Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૯ : ગાથા-૭
૩૯૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જો નિમિત્તભેદ વિન જ્ઞાનથી, શક્તિ સંકલ્પ વિકલ્પ રે | તો બાહ્યવસ્તુના લોપથી, ન ઘટઈ તુજ ઘટ પટ જલ્પ રે
જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૭ | ગાથાર્થ– જો નિમિત્તભેદ વિના જ્ઞાનમાત્રથી જ શોકપ્રમોદાદિના સંકલ્પવિકલ્પ થતા હોય તો બાહ્યવસ્તુઓનો લોપ થવાથી તે બૌદ્ધ ! તને “આ ઘટ છે. અને આ પટ છે” આવું બોલવું પણ ઘટશે નહીં. તે ૯-૭ |
ટબો- જો યોગાચારવાદી બોદ્ધ કહસ્યઈ જે- “નિમિત્તકારણના ભેદ વિના જ વાસનાજનિત જ્ઞાનસ્વભાવથી શોક પ્રમોદાદિક સંકલ્પ વિકલ્પ હોઈ છઈ' તો- “ઘટ પટાદિ નિમિત્ત વિના જ વાસના વિશેષાં ઘટ પટાધાકાર જ્ઞાન હોઈ" તિવારઇ-બાહ્ય વસ્તુ સર્વ લોપાઇ, અનઇ નિષ્કારણ તત્તદાકાર જ્ઞાન પર્ણિ ન સંભવઈ. અંતર બહિરાકાર વિરોધઇ, બાહાકાર મિથ્યા કહિછે. તો ચિત્રવસ્તુવિષય નીલપીતાધાકાર જ્ઞાન પણિ મિથ્યા હુઈ જાઈ. તથા સુખાધાકાર નીલાધાકાર પણિ વિરુદ્ધ થાઈ. તિવારઈ-સર્વશૂન્ય જ્ઞાનવાદી માધ્યમિક બૌદ્ધનું મત આવી જાઈ. ૩વર્ત -
किं स्यात् सा चित्रतैकस्यां, न स्यात्त्वस्यां मतावपि, यदीयं स्वयमर्थानां, रोचते तत्र के वयम् ?
શૂન્યવાદ પણિ પ્રમાણ સિદ્ધિ-અસિદ્ધિ વ્યાહત થઈ. તે માર્ટિ સર્વનયશુદ્ધ ચાટ્વાદ જ વીતરાગપ્રણીત આદરવો. I ૯-૭ |
વિવેચન– ઉપરની ગાથાઓમાં આમ સમજાવવામાં આવ્યું છે કે પ્રત્યેક પદાર્થોમાં પ્રતિક્ષણે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આ ૩ લક્ષણો છે. તથા તે ત્રણ લક્ષણો જ પ્રમાતામાં ઈષ્ટાનિષ્ટબુદ્ધિરૂપ જ્ઞાન ઉત્પન્ન કરવા દ્વારા વાસનાના નિમિત્તભૂત બને છે. પ્રત્યેક વસ્તુઓમાં આવા આવા અનંત અનંત પર્યાયો પડેલા છે. માટે શેલડી સાકર દ્રાક્ષ આદિ પદાર્થોમાં ઇષ્ટાનિષ્ટજ્ઞાનને ઉત્પન્ન કરવા રૂપ શક્તિઓ પડેલી છે. તેના નિમિત્તે જ આવા પ્રકારની જ્ઞાન સ્વરૂપ વાસનાઓ થાય છે. અને તેનાથી (તેવા પ્રકારના જ્ઞાનથી જ) શોકાદિ થાય છે. આમ જગતનું સ્વરૂપ સ્વયં છે જ. કોઈએ બનાવ્યું નથી. પદાર્થોનો પારિણામિક ભાવે આ સ્વભાવ જ છે. આ વિષયમાં કોઈ બૌદ્ધ શંકા કરે છે. બૌદ્ધદર્શનના અનુયાયીના ચાર પેટાભેદ છે. ૧ સૌત્રાન્તિક, ૨ વૈભાસિક, ૩ યોગાચાર અને ૪ માધ્યમિકપ્રથમના બે ભેદવાળા સર્વે બૌદ્ધો વસ્તુઓને માને છે.