Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૭
૩૯૩ અને તેને ક્ષણિક માને છે એટલે કે ક્ષણિક એવી વસ્તુઓ (પદાર્થો) જગતમાં સત્ છે. આમ માને છે. તેઓ ભલે ક્ષણિક માને પરંતુ વસ્તુઓ છે. આમ માને છે. જ્યારે ત્રીજા યોગાચારવાદી બૌદ્ધો તો આ સંસારમાં ઘટપટાદિ કોઈ પદાર્થો છે જ નહીં. માત્ર જ્ઞાન જ છે. અર્થાત્ શેય નથી અને જ્ઞાન જ છે. આમ માને છે. અને ચોથા માધ્યમિક બૌદ્ધો તો એમ માને છે કે આ સંસારમાં શેય પણ નથી. અને જ્ઞાન પણ નથી. સર્વથા શૂન્ય માત્ર આ જગત છે. ત્યાં આ ચાર પ્રકારના બૌદ્ધોમાંથી હવે ત્રીજા યોગાચારવાદી બૌદ્ધો આ પ્રમાણે કહે છે કે
जो योगाचारवादी बौद्ध कहस्यइ, जे "निमित्तकारणना भेद विना ज वासनाजनित ज्ञानस्वभावथी शोक प्रमोदादिक संकल्प विकल्प होइ छइ" तो घटपटादि निमित्त विना ज वासना विशेषज्ञ "घटपटाद्याकार ज्ञान होइ" तिवारइं बाह्य वस्तु सर्व लोपाइ अनइ-निष्कारण तत्तदाकार ज्ञान पणि न संभवइ.
બૌદ્ધના ચાર ફિરકાઓમાંના ત્રીજા ફિરકાવાળા જે યોગાચારવાદી બૌદ્ધો છે. તે જ્ઞાનમાત્રને જ માનનારા અને શેયતત્ત્વને નહી માનનારા છે. તેથી તેઓ અહીં કદાચ આવો પ્રશ્ન કરશે કે- ઝાંઝવાના જળનું જે જ્ઞાન થાય છે. ત્યાં જળ હોતું નથી. અર્થાત્ ોય એવું જળ નથી. માત્ર જળનું જ્ઞાન જ થાય છે. એટલે જ્ઞાનાકાર રૂપ જળ છે. પણ પદાર્થ રૂપે જળ નથી. તેમ આ વિશ્વમાં રહેલા અને નજરોનજર દેખાતા ઘટ-પટ આદિ સમસ્ત પદાર્થો વાસ્તવિક પદાર્થરૂપે કંઈ છે જ નહીં. માત્ર જ્ઞાનાકાર એ જ પદાર્થ છે. તેથી “વાસનાથી જ્ઞાન જન્મે છે. અને જ્ઞાનથી હર્ષશોકાદિ થાય છે.” આટલું જ માત્ર માનવા જેવું છે. બાકી વાસનામાં નિમિત્ત બને એવો સુવર્ણઘટ, સુવર્ણમુગટ, કે સુવર્ણ જેવા કોઈ પદાર્થો છે જ નહીં. અને તેથી તેમાં મનની ભિન્ન ભિન્ન વાસનામાં નિમિત્ત બને તેવા ઉત્પાદાદિ પર્યાયો રૂપ ભિન્ન ભિન્ન નિમિત્તો પણ નથી.
પદાર્થ અને પદાર્થમાં રહેલા ઉત્પાદાદિ ત્રણ લક્ષણો કે જેને તમે (જૈનો) વાસનાનું નિમિત્ત માનો છો. તે છે જ નહીં. તે તો ઝાંઝવાના જલની જેમ શૂન્ય છે. આ રીતે નિમિત્તભૂત કારણના ભેદ (સુવર્ણઘટ-સુવર્ણમુગટ, સુવર્ણ, અને તેના ઉત્પાદાદિ ૩ લક્ષણ રૂપ જે ભિન્ન ભિન્ન નિમિત્ત તમે (જૈનો) માનો છો. તેના વિના જ વાસના જન્મે છે. અને તે વાસનાના ભેદ જનિત જ્ઞાનસ્વભાવ (જ્ઞાનાકાર) છે. અને તે જ્ઞાનાકારથી શોક-પ્રમોદ આદિના સંકલ્પો અને વિકલ્પો મનમાં ઉઠે છે. એટલે પદાર્થોને નિમિત્તભૂત માનવા કે હર્ષશોકાંદિ કાર્યોને આગળ કરીને તેમાં ઉત્પાદાદિ નિમિત્ત ભેદ