________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૬
૩૯૧ શેરડીને જોઈને જેમ ઈષ્ટતાબુદ્ધિની વાસના થાય છે. તેમ ઘાસ, કાદવ અને વિષ્ટા આદિ જોઈને પણ ઈષ્ટતા બુદ્ધિ જ થવી જોઈએ, તેવી જ રીતે અનિષ્ટતા બુદ્ધિની વાસનામાં પણ બાહ્ય વસ્તુ જો નિમિત્ત ન બનતી હોય તો તે અનિષ્ટ વાસનાવાળા ઉંટને લીંબડામાં અને ગધેડાને રખ્યામાં પણ અનિષ્ટતા બુદ્ધિ જ થવી જોઈએ. એવી જ રીતે તદુભયભિન્નબુદ્ધિની વાસના વાળાને સર્વત્ર માધ્યશ્યતા જ થવી જોઈએ. અને તેથી પોતાના રાગ-દ્વેષીને જોઈને પણ તદુભયભિન્ન જ વાસના રહેવી જોઈએ. પરંતુ સંસારમાં આમ થતું નથી. માટે ભિન્ન ભિન્ન વાસના થવામાં સામે રહેલી બાહ્યવસ્તુ અને તે બાહ્યવસ્તુમાં રહેલી ઉત્પાદ-વ્યય-અને ધ્રૌવ્યની ભિન્ન ભિન્ન શક્તિઓ જ અવશ્ય નિમિત્ત છે. બાહ્યપદાર્થમાં રહેલી આવા પ્રકારની ભિન્ન ભિન્ન શક્તિઓ જ તેમાં અવશ્ય નિમિત્ત બને છે. આવા પ્રકારનાં ભિન્ન ભિન્ન નિમિત્ત માન્યા વિના ભિન્ન ભિન્ન વાસના થવા રૂપ મનની ભિન્નતા પણ બૌદ્ધના મતે કોઈ રીતે શુદ્ધ પણે (નિર્દોષપણે) સંગત થશે નહીં.
તે માટે શોક-હર્ષ-અને માધ્યથ્યનું ઉપાદાન કારણ જેમ ત્રણ વ્યક્તિઓ (બે પુત્ર અને એક પિતા આમ ત્રણ જુદા જુદા આત્મા) છે. તેમ નિમિત્તકારણ પણ અવશ્ય ભિન્ન ભિન્ન સ્વીકારવું જોઈએ. તેથી શેલડી આદિ દ્રવ્યમાં માનવને આશ્રયી જેમ ઇષ્ટતાબુદ્ધિની વાસનાની નિમિત્તતા રૂપ પર્યાય છે તેવી જ રીતે તે શેલડી આદિમાં ઉંટગધેડાને આશ્રયી અનિષ્ટબુદ્ધિની વાસનાની નિમિત્તતારૂપ ભિન્ન પર્યાય પણ છે. આમ બાહ્ય વસ્તુમાં હર્ષ-શોકાદિમાં કારણભૂત માનેલી એવી વાસનાના ભેદમાં ભિન્ન ભિન્ન નિમિત્તતા રૂપ અનંતા પર્યાયો રહેલા છે. માટે એક જ વસ્તુ પ્રત્યે પ્રમાતૃભેદે (ભિન્ન ભિન્ન પ્રમાતાને) ઇષ્ટ-અનિષ્ટ-તદુભયભિન્ન ઇત્યાદિ ભિન્ન ભિન્ન વાસના જે જન્મે છે. તે વાસના પણ પદાર્થમાં રહેલી જુદી જુદી શક્તિ સ્વરૂપ નિમિત્તભેદ માન્યા વિના ઘટે નહીં એમને એમ જુદી જુદી વાસના પ્રમાતામાં થાય નહીં. તેથી પ્રમાતાભેદે બાહ્ય એક જ વસ્તુને આશ્રયીને થતી ભિન્ન ભિન્ન વાસનામાં ઈષ્ટતાજ્ઞાનજનન શક્તિરૂપ, અનિષ્ટતાજ્ઞાનજનનશક્તિરૂપ, અને માધ્યસ્થતા જ્ઞાન જનનશક્તિરૂપ જુદા જુદા પર્યાયો =જૂદી જુદી શક્તિઓ તે બાહ્યવસ્તુમાં પણ છે જ. અને તે જ ઉત્પાદાદિ પર્યાયરૂપ છે.
બાહ્ય વસ્તુમાં આવા ઉત્પાદાદિ ભિન્ન ભિન્ન જે પર્યાયો છે. તે નિમિત્તભેદ છે. તેનાથી પ્રમાતામાં ઇષ્ટનિષ્ટબુદ્ધિરૂપ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને તેનાથી હર્ષશોકાદિ કાર્ય થાય છે. તેથી હર્ષશોકાદિ કાર્ય થવામાં જુદા જુદા આત્મા સ્વરૂપ જેમ ઉપાદાનકારણનો ભેદ છે. તેમ બાહ્યવસ્તુમાં રહેલા ઉત્પાદાદિ પર્યાયો રૂપ નિમિત્તભેદ પણ અવશ્ય છે જ. | ૧૩૯ /