________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૬
૩૮૯ જીવોના મનની જુદી જુદી જે વાસના છે તે વાસનાના ભેદથી શોકાદિ ત્રિવિધ કાર્યો થાય છે. પરંતુ સુવર્ણમાં વ્યયાદિ ત્રિવિધતા નથી. અને તેનાથી (વ્યય-ઉત્પાદ-ધ્રૌવ્યથી) શોકાદિ ત્રિવિધ કાર્ય થાય છે આવી જૈનોની વાત પણ બરાબર નથી.
સારાંશ કે હેમદ્રવ્યમાં ઉત્પાદાદિ ત્રણ લક્ષણો નથી. માત્ર ઉત્પાદ અને વ્યય છે. ધ્રૌવ્ય નથી. તેથી તેના થકી શોકાદિ ત્રણ કાર્યો થતાં નથી. પરંતુ “હેમ” ને જોઈને જે શોકાદિ ત્રિવિધ કાર્ય ઉત્પન્ન થતાં દેખાય છે. તે તેને જોનારા લોકોના મનમાં જે જુદી જુદી વાસના પડેલી છે. (બુદ્ધિગત જુદા જુદા જે સંસ્કારો પડેલા છે.) તે વાસના વતી (તે વાસનાના ભેદના કારણે) શોકાદિત્રિવિધ કાર્ય થાય છે. સ્વેષ્ટસાધનતા, સ્વાનિષ્ટસાધનતા, તદુભયભિન્નતા આવા પ્રકારની જોનારાઓમાં રહેલી ભિન્ન ભિન જે વાસના છે. તેનાથી હર્ષાદિ થાય છે. આમ કહીને બૌદ્ધ ધ્રૌવ્યતત્ત્વને ઉડાવે છે. આ જ વાત બૌદ્ધ એક ઉદાહરણ આપીને જૈનોની સામે પોતાની વાત વધારે દૃઢ કરે છે.
जिम-एक ज वस्तु वासनाभेदई कोइनइं-इष्ट, कोइकनइ-अनिष्ट ए प्रत्यक्ष छइं. सेलडीप्रमुख मनुष्यनइं इष्ट छइं, करभनइं अनिष्ट छइं. पणि तिहां वस्तुभेद नथी. तिम-इहां पणि जाणवू.
બૌદ્ધ કહે છે કે જેમ વસ્તુ એક જ હોય છે. પરંતુ મનમાં તે વસ્તુ પ્રત્યેની જુદા જુદા લોકોના મનમાં જુદી જુદી વાસના (સંસ્કાર) હોય છે. તેને લીધે તે વસ્તુ પ્રત્યે જુદા જુદા ભાવો (અભિપ્રાયો) તેમના હૃદયમાં પ્રગટ થાય છે પણ સામે રહેલી વસ્તુ તો જે જેવી છે તે તેવી જ છે. એકરૂપવાળી જ છે. તેમાં કંઈ પણ વિકારો કે જુદા જુદા ધર્મો નથી. એટલે ત્રિવિધતા કે વિવિધતા નથી પરંતુ તે તે વસ્તુ પ્રત્યે લોકોના મનમાં બંધાયેલા ભિન્ન ભિન્ન સંસ્કારોથી (અભિપ્રાયોથી) ભિન્ન ભિન્ન અસરો લોકોને થાય છે જેમ કે સામે ઉભેલી એક જ વ્યક્તિ છે. તે વ્યક્તિ તેના રાગી-પ્રેમી એવા કોઈકને ઈષ્ટ છે. અને તેના દ્વેષી-શત્રુ એવા કોઈકને તે અનિષ્ટ છે. આવુ સંસારમાં પ્રત્યક્ષ જણાય જ છે. આમ થવામાં રાગી વ્યક્તિમાં રહેલા રાગના સંસ્કાર અને દ્વેષી વ્યક્તિમાં રહેલા ટ્રેષના સંસ્કાર (વાસના) જ કારણ છે. પરંતુ સામે ઉભેલી વ્યક્તિમાં કોઈ વિકારો કે ધર્મો નથી. રાગ-દ્વેષી વ્યક્તિને થતી રાગ-દ્વેષની વાસનામાં સામે ઉભેલી વ્યક્તિને કંઈ લેવા દેવા નથી. સામે ઉભેલી વ્યક્તિ ત્રિવિધ કે વિવિધ નથી. પરંતુ એકવિધ જ છે.