Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૮૮ ઢાળ-૯ : ગાથા-૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચન- “જ્યાં જ્યાં કાર્યભેદ હોય છે. ત્યાં ત્યાં કારણભેદ પણ અવશ્ય હોય જ છે” એક જ કારણથી અનેકકાર્ય થતાં નથી. જો કારણભેદનો અભાવ હોય તો કાર્યભેદનો પણ અભાવ જ થાય ઇત્યાદિન્યાયને અનુસાર પ્રમોદ શોક અને માધ્યથ્ય રૂપ કાર્યભેદ છે તેથી ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આમ ત્રિવિધ શક્તિરૂપ કારણભેદ પણ અવશ્ય માનવો જોઈએ. આ પ્રમાણે ત્રિવિધ શક્તિરૂપ કારણભેદ સુવર્ણમાં છે. તેથી સુવર્ણ પણ ત્રિવિધ છે. તેથી દ્રવ્ય ત્રિપદીવાળું છે. આમ જે ઉપર સમજાવવામાં આવ્યું છે. તેમાં કોઈ બૌદ્ધ આ પ્રમાણે પ્રશ્ન કરે છે.
बौद्ध इम कहइ छइ, जे "तुलानमनोन्नमननी परि उत्पाद व्यय ज एकदा छइ, क्षणिकस्वलक्षणनई धौव्य तो छइ ज नहीं. हेमथी शोकादिक कार्य होइ छइ. भिन्न भिन्न लोकनी भिन्न भिन्न वासना छइ, ते वती.
બૌદ્ધના ચાર ફિરકા છે. તેમાં પ્રથમના બે ફિરકા સૌત્રાન્તિક અને વૈભાસિક બૌદ્ધો છે. તેઓ ઘટ-પટ આદિ પદાર્થો છે. એમ માને છે. પરંતુ તે ક્ષણમાત્ર સ્થાયિ છે. આમ માને છે. તેમાંના કોઈક બૌદ્ધ આ વિષયમાં આવો પ્રશ્ન કરે છે કે– આ વિશ્વમાં ઘટ પટ આદિ જે કોઈ સ્થૂલ-સૂક્ષ્મ-સચેતન-અચેતન પદાર્થ છે. તે સર્વે પણ ક્ષણિક માત્ર જ છે. “સર્વ ક્ષ મ” આવો ન્યાય હોવાથી પ્રત્યેક ક્ષણે સર્વે પદાર્થો માત્ર ઉત્પાદ અને વિનાશશાલી જ છે. ધ્રૌવ્યસ્વરૂપવાળા નથી. જેમ તુલાના (ત્રાજવાના) બે પલ્લાં નમન (એક નીચે જાય છે) અને ઉન્નમન પામે છે (બીજુ ઉપર જાય છે) તેમ પ્રત્યેક પદાર્થો એકકાળે ઉત્પાદ અને નાશના જ માત્ર સ્વભાવવાળા છે. કોઈ પણ દ્રવ્ય ધ્રુવ છે જ નહીં. કારણ કે “ક્ષણિકત્વ” (એક ક્ષણ માત્ર રહેવા પણું) આ જ તેનું (પદાર્થનું) લક્ષણ છે.
જૈન- જો ઉત્પાદાદિ ત્રણ ન હોય અને વ્યય-ઉત્પાદ બે જ હોય (ધ્રૌવ્ય ન હોય) તો શોકાદિ ત્રણ કાર્યો કેમ થાય છે. કાર્યો પણ બે જ થવાં જોઈએ.
બૌદ્ધ- તેનો ઉત્તર આપતાં બૌદ્ધ કહે છે કે શોકાદિ ત્રણ કાર્યોને આગળ કરીને વ્યયાદિ ત્રણ લક્ષણવાળું દ્રવ્ય છે. આ પ્રમાણે જૈનો જે સમજાવે છે તે યુક્તિયુક્ત નથી. પરંતુ સામે રહેલું “સુવર્ણ” દ્રવ્ય ક્ષણિક જ છે. અને તે એકવિધ જ છે. ત્રિવિધ નથી અને ક્ષણમાત્ર વર્તવારૂપ એકવિધ એવા તે હેમથી જ શોકાદિ ત્રણે કાર્યો થાય છે. શોકાદિ ત્રિવિધ કાર્ય કરનારી વ્યયાદિ ત્રિવિધ શક્તિ સ્વભાવવાળું સુવર્ણ દ્રવ્ય નથી. પરંતુ સુવર્ણ દ્રવ્ય તો કેવું છે તે તેવું એકવિધ જ છે. પરંતુ તેને જોનારા જુદા જુદા