Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૮૬ ઢાળ-૯ : ગાથા-૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તેથી જે જે કાર્યની શક્તિ છે જે કારણમાં નિયત હોય છે. તે તે કાર્ય જ, તે તે કારણમાંથી બને છે. તેથી કાર્યભેદ હોવાથી સુવર્ણમાં કારણભેદ પણ અવશ્ય છે જ.
કારણમાં કાર્યોત્પાદક શક્તિ જે માનવામાં આવે છે તે શક્તિ પણ દૃષ્ટને અનુસારે જ (અનુભવને અનુસારે જ – અર્થાત્ સંસારમાં જે કારણમાં જે કાર્યશક્તિ જણાતી હોય તે શક્તિને જ) ત્યાં માનવી જોઈએ.
ઘટોત્પાદનની શક્તિ માટીમાં, અને પટોત્પાદનની શક્તિ જેમ તજુમાં દેખાય છે. તેમ શોકાદિ ત્રિવિધ કાર્યની ઉત્પાદક એવી ત્રિવિધ શક્તિ સુવર્ણદ્રવ્યમાં માનવી જોઈએ. આ રીતે ત્રિવિધ શક્તિથી યુક્ત સુવર્ણદ્રવ્યને કારણે માનવું જોઈએ. ન તો = જો આમ માનવામાં ન આવે અને ગમે તેમ માનીને ચલાવી લેવામાં આવે તો અગ્નિમાં જેમ દાહશક્તિ છે. તેમ અગ્નિના સમીપમાં રહેલા જળમાં પણ દાહશક્તિસ્વભાવ છે. આમ માનવામાં કોણ રોકનાર છે ? એવી જ રીતે એક જ કારણથી અનેક કાર્યો જો થતાં હોય તો દેખાતા એવા કોઈ પણ એક કારણથી (દાખલા તરીકે માટીથી) જ અનેક કાર્યો થવાં જોઈએ (જેમ ઘટ થાય છે. તેમ પટ-મઠ આદિ સર્વે કાર્યો થવાં જોઈએ) પરંતુ આમ બનતું નથી. માટે જે કારણમાંથી જેટલાં કાર્યો થાય છે તેટલી શક્તિઓ કારણમાં જરૂર છે જ. કાર્યભેદને અનુસાર કારણભૂત દ્રવ્યમાં પણ શક્તિભેદ અવશ્ય માનવો જોઈએ.
तस्मात्-शक्तिभेदे कारणभेद, कार्यभेदानुसारइ अवश्य अनुसरवो. अनेकजननैकशक्ति शब्द ज एकत्वानेकत्व स्याद्वाद सूचई छइ ॥ ९-५ ॥
તેથી જુદાં-જુદાં અનેક કાર્યો કરવાની જુદી જુદી અનેક શક્તિઓ એક કારણદ્રવ્યમાં રહેલી હોવાથી કાર્યના ભેદને અનુસાર કારણનો (શક્તિનો) પણ અવશ્ય કથંચિત્ ભેદ દ્રવ્યમાં મનાય છે. આ રીતે કાર્યો (પ્રમોદ-શોક-માધ્ધથ્ય આમ) અનેક થાય છે. તેથી એક સુવર્ણદ્રવ્યમાં પ્રમોદજનક = ઉત્પાદશક્તિ, શોકજનક વ્યયશક્તિ, અને માધ્યય્યજનક દ્રવ્યશક્તિ અવશ્ય માનવી જોઈએ. અને સુવર્ણમાં ત્રિવિધશક્તિ માનવાથી શક્તિભેદે કારણનો પણ ભેદ અવશ્ય માનવો જોઈએ. આ રીતે કારણભેદ સિદ્ધ થાય તો જ કાર્યભેદ સિદ્ધ થાય છે. તે માટે સુવર્ણમાં ઉત્પાદાદિ ત્રણ વિકારો (શક્તિઓ) મિથ્યા નથી પણ પરમાર્થથી સત્ય છે.
તથા વળી અનેકકાર્યજનનૈકશક્તિ” આવો શબ્દપ્રયોગ કરીને પ્રશ્ન કરનારાને કહે છે. એટલે કે એક જ શક્તિ છે (ત્રિવિધ શક્તિ નથી) અને તે એક શક્તિ જ ત્રિવિધ કાર્ય કરે છે. આમ “અનેક કાર્યને ઉત્પન્ન કરનારી એવી એક શક્તિ છે”