Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૯ : ગાથા—પ
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
બનાવાય છે. ત્યારે જો સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો સુવર્ણ એ તો સુવર્ણ જ રહે છે. તેમાં કંઈ ફેરફાર થતો નથી (સુવર્ણને બદલે રૂપું કે લોખંડ કંઈ બની જતું નથી). જે ઘટાકાર હતો તે ગયો અને મુકુટાકાર નવો આવ્યો. તે તો આકારમાત્ર છે. અને આકાર તે વાસ્તવિક કોઈ વસ્તુ નથી. આકારો તે અવાસ્તવિક છે. જે સુવર્ણ પહેલાં ઘટાકારે હતું, તે જ સુવર્ણ હવે મુકુટાકારે બન્યું. તેમાં સુવર્ણ જ સદા રહે છે. આકારો તો એક કાલ્પનિક વસ્તુસ્વરૂપ છે. તથ્ય નથી. જેમ કોઈ એક સાડી કે ધોતી આદિ વસ્ર વિસ્તૃત કરેલું હોય કે સંકેલેલું હોય. તેમાં શું વિશેષતા ? આખર કહેવાય તો છે સાડી કે ધોતી જ. અને છે પણ સાડી કે ધોતી જ. તે માટે ઉત્પાદાદિ ત્રણ લક્ષણો (ત્રણ વિકારો) માનવા, તે મિથ્યા છે. અર્થાત્ કંઈ જ નથી. ત્રણ લક્ષણો એ વસ્તુનું સ્વરૂપ છે. આમ જૈનો જે માને છે. તે મિથ્યા છે. માત્ર અવિકારી એક શુદ્ધ સુવર્ણદ્રવ્ય જ છે. આમ માનવું જોઈએ. ઉત્પાદ-વ્યય મિથ્યા છે. ધ્રૌવ્ય એવું દ્રવ્યમાત્ર જ સાચું છે. તેથી “ધ્રોવ્ય” આ એક જ લક્ષણ બરાબર છે. આવો કોઇ પ્રશ્ન કરે છે.
૩૮૪
પ્રશ્ન કરનાર શિષ્ય જ હજુ પોતાનો પ્રશ્ન મજબૂત કરતાં ગુરુજીને કહે છે કે કદાચ તમે મને એવો ઉત્તર આપો કે જો એક અવિકારી સુવર્ણદ્રવ્ય જ માનીએ અને ઉત્પાદાદિ ત્રણ કાર્યોને (વિકારોને) મિથ્યા જ માનીએ તો શોક પ્રમોદ અને માધ્યસ્થ્ય રૂપ ત્રણ કાર્યો કેમ થયાં ? આવું ગુરુજી જો તમે કહો તો તમારે આવું ન કહેવું. કારણ કે “શોાાિયંત્રયજ્ઞનન-શક્તિસ્વમાવ કૃત્યાદ્રિ” અમે એમ માનીશું કે વિકારો બધા મિથ્યા છે. અવિકારી એક સુવર્ણ દ્રવ્ય જ છે. અને તે સુવર્ણ દ્રવ્ય જ “શોકાદિ (શોક-પ્રમોદ અને માધ્યસ્થ્ય) સ્વરૂપ ત્રણ કાર્યોને કરવાની ‘એક શક્તિ”ના સ્વભાવવાળું છે. અર્થાત્ તેવા પ્રકારના કાર્યત્રય જનન એવી એકશક્તિ સ્વભાવવાળું દ્રવ્ય છે તે માટે તે અવિકારી એકશક્તિસ્વભાવવાળા દ્રવ્યથી શોકાદિ ત્રણ કાર્યો થાય છે. સારાંશ કે વિકારો મિથ્યા છે. અવિકારી એક દ્રવ્યમાત્ર છે. તે પણ એક જ શક્તિસ્વભાવવાળું છે. અને તે એશક્તિ જ ત્રણકાર્યો કરવાના સ્વભાવવાળી છે. એટલે કે શોકાદિ ત્રણે કાર્યો કરે એવા સ્વભાવવાળી એકશક્તિ છે. અને તે એકશક્તિવાળું અવિકારી દ્રવ્ય છે. જેમ શિક્ષક નિરીક્ષક અને પરીક્ષકનું આમ ત્રણ કાર્યો કરે એવી એક વ્યક્તિ હોય છે. તેમ અહીં જાણવું. આમ માનીએ તો શું દોષ ? આમ માનવામાં કોઈ વિરોધ જણાતો નથી. તો શા માટે એક જ પદાર્થને ઉત્પાદાદિ ત્રણ લક્ષણોવાળો માનવો ? અવિકારી દ્રવ્ય માની એકલું ધ્રૌવ્ય લક્ષણ કેમ ન માનવું ?