Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-પ
૩૮૩ બહુ કારય કારણ એક જો, કહિએ તે દ્રવ્યસ્વભાવ રે ! તો કારણભેદભાવથી, હુઈ કારયભેદભાવ રે ||
જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૫ | ગાથાર્થ– કાર્ય બહુ છે. અને કારણ એક જ છે. આવો દ્રવ્યસ્વભાવ છે. આમ જો કહીએ તો કારણના ભેદનો અભાવ માનવાથી કાર્યના ભેદનો પણ અભાવ થઈ જાય. || ૯-૫ ||
ટબો- હવઈ-જો ઈમ કહિઈ જે-હેમદ્રવ્ય એક જ અવિકૃત થઈ, વિકાર તે મિથ્યા છઇં. શોકાદિકકાર્યત્રયજનનૈકશક્તિ સ્વભાવ તે છઈ. તે માટિ “તેહથી શોકાદિક કાર્યલય થાઈ છઈ” તો કારણના ભેદ વિના કાર્યનો ભેદ કિમ થાઈ ?
Qષ્ટસાધન, તે પ્રમોદજનક. સ્વાનિષ્ટસાધન, તે શોકજનક. તદુભયભિન્ન, તે માધ્યચ્યજનક.
એ ત્રિવિધકાર્ય એકરૂપથી કિમ હોઈ ? શક્તિ પણિ દૃષ્ટાનુસારઇ કGિઇં છઇં. નહીં તો અગ્નિસમીપઇ જલ દાહજનનસ્વભાવ ઈત્યાદિક કલ્પતાં પણિ કુણ નિષેધક છઈ ? તમા-શક્તિભેદે કારણભેદ કાર્યભેદાનુસારઇ અવશ્ય અનુસરવો. અનેકજનનૈ-કશક્તિશબ્દ જ એકત્વાનેકત્વ સ્યાદ્વાદ સૂચઇ છ6 | ૯-૫ |
વિવેચન – પૂર્વ પર્યાયનો વ્યય, ઉત્તરપર્યાયનો ઉત્પાદ, અને દ્રવ્યરૂપે ધ્રૌવ્ય આમ આ ત્રિપદી (ત્રણ લક્ષણ) પ્રત્યેક પદાર્થોમાં એકકાલે સાર્થે વર્તે છે માટે કથંચિત્ અભિન્ન પણ છે. અને શોક-પ્રમોદ-માધ્યશ્ય આમ ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. માટે કથંચિ ભિન્ન પણ છે. આ બાબતમાં ઘણી ચર્ચા થઈ છે. તો પણ કોઈક પ્રશ્ન કરે છે.
_हवइ-जो इम कहिइं-जे हेमद्रव्य एक ज अविकृत छइ. विकार ते मिथ्या छइ. शोकादिककार्यत्रयजननैकशक्तिस्वभाव ते छइ, ते. माटिं. "तेहथी शोकादिक कार्यत्रय थाइ छइ" तो कारणना भेद विना कार्यनो भेद किम थाइ ?
હવે કોઈક શિષ્ય આવો પ્રશ્ન કરે છે કે– ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આ ત્રણ લક્ષણ ન માનીએ. અને ફક્ત એક અવિકારી “સુવર્ણદ્રવ્ય” જ છે અને વિકારો સિગ્યા છે એમ માનીએ તો શું દોષ આવે ? એટલે કે જ્યારે સુવર્ણનો ઘટ ભાંગીને મુકુટ