Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૪
૩૮૧
જ્યાં જ્યાં સામાન્યપ્રયોગ કરાયો હોય ત્યાં ત્યાં વિશેષપરતા (વિશેષ અર્થની વિવક્ષા) પણ વ્યુત્પત્તિવિશેષે (અપેક્ષાવિશેષથી) સર્વત્ર હોય જ છે. સામાન્ય વિવક્ષામાં પણ વિશેષવિવક્ષા અવશ્ય સમાયેલી જ હોય છે. જેમ કે ભોજનકરનારા પુરુષે “નતં મે રેફ્રિ” કહ્યું. અને સ્નાન કરવા બેસનારા પુરુષે પણ “નાં મે રેહિ” કહ્યું અર્થાત્ “મને પાણી આપો” આવું એકસરખું સમાન (સામાન્ય) વાક્ય જ બન્ને સ્થાને બોલાયું છે. તો પણ આશયવિશેષને સમજીને પાણી આપનાર વ્યક્તિ ભોજનકાળે ગ્લાસમાં પાણી આપે છે. અને સ્નાનકાળે ડોલમાં પાણી આપે છે. ભોજનકાળે શીતળ પાણી આપે છે. અને સ્નાનકાળે કંઇક ગરમ પાણી આપે છે. આવી વિશેષપરતા (વિશેષ અર્થની વિવક્ષા) વ્યુત્પત્તિવિશેષથી (પ્રસંગાનુસાર અપેક્ષા સમજવાથી) સમજાય જ છે. આમ સર્વત્ર “સ્યાત્” શબ્દ ન બોલવા છતાં પણ તે શબ્દનો અર્થ ગર્ભિત રીતે છુપાયેલો જ જાણવો. સ્વાત્ એટલે વિમ્ અર્થાત્ અમુકઅપેક્ષાએ, આવો અર્થ કરવો. તેથી સ્યાદ્વાદ, કથંચિદ્વાદ, અપેક્ષાવાદ, અનેકાન્તવાદ આ બધા શબ્દો એકાર્થક છે.
આ કારણથી ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યમાં પણ સ્થાત્ શબ્દ સમજી લેવો. તેથી ૧ કથંચિત્ ઉત્પન્ન થાય છે. (અર્થાત્ મુગટપણે જ સુવર્ણ ઉત્પન્ન થાય છે) ૨ કથંચિદ્ નાશ પામે છે (અર્થાત્ ઘટપણે જ સુવર્ણ નાશ પામે છે) અને ૩ કથંચિત્ ધ્રુવ છે. (અર્થાત્ સુવર્ણપણે સુવર્ણ ધ્રુવ છે.) આવો જ વાક્ય પ્રયોગ થાય છે. સ્વાત્ શબ્દ બોલવામાં ન આવ્યો હોય તો પણ અર્થથી મનમાં અનુસરીને જ વાક્યનો અર્થ કરવો જોઇએ. પરમાત્મા શ્રી તીર્થંકર દેવો વડે ગણધરભગવંતોને અપાયેલી ત્રિપદીમાં પણ “સપ્પનેફ વા” ઇત્યાદિ વાક્યોમાં બોલાયેલો વા એવો જે શબ્દ છે. તે આવા પ્રકારની વ્યવસ્થા સૂચવે છે. એટલે કે અમુક પર્યાયની અપેક્ષાએ જ ઉત્પાદ છે. સર્વપર્યાયને આશ્રયીને ઉત્પાદ નથી. જેમ ચાલુ ઉદાહરણમાં મુકુટપણે જ સોનાનો ઉત્પાદ છે. પરંતુ ઘટાદિ બીજા પર્યાય રૂપે તે કાળે સોનાનો ઉત્પાદ નથી. તથા સર્વથા નવું અપૂર્વ જ સુવર્ણ ઉત્પન્ન થાય છે. આમ પણ નથી. સુવર્ણ તો છે જ. પરંતુ તેનો માત્ર મુકુટપણે જ ઉત્પાદ થાય છે. આમ વા શબ્દ અમુક પર્યાયથી ઉત્પાદ અને અમુક પર્યાયથી નાશ છે. એવી વ્યવસ્થા સૂચવે છે. તેથી વા શબ્દ અને સ્વાત્ શબ્દ, આ બન્ને સમાન અર્થવાળા જાણવા. ત્રિપદીમાં લખેલો વા શબ્દ, સ્થાત્ શબ્દની સાથે સમાન અર્થ વાળો જાણવો.
**
''
'अत एव कृष्णसर्पः " ए लौकिकवाक्यइं पणि स्याच्छब्ध लेइइं छई, जे माटिं सर्पनइं पृष्ठावच्छेदकइं श्यामता छइ, उदरावच्छेदइ नथी, तथा सर्पमात्रइ कृष्णता नथी, शेषनाग शुक्ल कहवाइ छइ. ते माटिं- विशेषण - विशेष्यनियमार्थ जो स्याच्छब्द प्रयोग छइ, तो त्रिपदी महावाक्य पणि स्यात्कारगर्भज संभवइ ॥ ९-४ ॥
',