Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા—પ
ઉત્તર- તો વ્યારાના ભેદ્દ વિના જો આમ માનીએ કે દ્રવ્ય એકશક્તિસ્વભાવવાળું અવિકારી છે. એકરૂપ છે. તેમાં વ્યય-ઉત્પાદ અને ધ્રૌવ્ય રૂપ ત્રણ વિકારો, કે જે શોક-પ્રમોદ-માધ્યસ્થ્યનું કારણ છે. તે વ્યયાદિ નથી. આમ જો માનીએ તો ત્રણ પ્રકારના વ્યયાદિ કારણો માન્યા વિના શોકાદિ કાર્યનો ભેદ કેમ ઘટે ? અર્થાત્ નહી જ ઘટે. કેમ કે કારણ ભિન્ન ભિન્ન હોય તો જ કાર્ય ભિન્ન ભિન્ન થાય. અહીં વ્યય ઉત્પાદ-અને ધ્રૌવ્ય કારણને મિથ્યા માનવામાં આવે અને અવિકારી એકલા ધ્રૌવ્ય સ્વરૂપવાળા જ દ્રવ્યને માનવામાં આવે તો અવિકારી એવા એક દ્રવ્યથી કારણના ભેદ વિના શોકાદિ કાર્યભેદ=ત્રણ પ્રકારનાં શોક-પ્રમોદ-માધ્યસ્થ રૂપ ભિન્નભિન્ન કાર્યો કેમ થાય ? અર્થાત્ શોકાદિ ભિન્નભિન્ન કાર્યો નહીં થાય. કારણના ભેદ વિના કાર્યનો ભેદ ન હોય.
-
૩૮૫
स्वेष्टसाधन, ते प्रमोदजनक. स्वानिष्टसाधन ते शोकजनक. तदुभयभिन्न, ते माध्यस्थ्यजनक. ए त्रिविध कार्य, एकरूप (कारण) थी किम होइ ? शक्ति पणि दृष्टानुसार कल्पि छई. नहीं तो अग्निसमीपइं जल दाहजननस्वभाव इत्यादिक कल्पतां पणि कुण निषेधक छइ. ?
આ જ ઉત્તરનો વિસ્તાર કરતા ગુરુજી કહે છે કે ૧ પોતાને ઇષ્ટ જે સાધન “મારો મુકુટ થાય છે” એ મુકુટનો ઉત્પાદ જ પ્રમોદજનક છે. ૨ પોતાને અનિષ્ટ જે સાધન “મારા ઘટનો અભાવ થાય છે” આ ઘટનો નાશ જે છે. તે જ શોકજનક છે. ૩ તે બન્નેથી ભિન્ન “મારું સુવર્ણ તો મારા ઘરમાં જ રહે છે” આવું જે ધ્રૌવ્ય, તે જ માધ્યસ્થતાજનક છે. આમ પ્રમોદ શોક અને માધ્યસ્થ્ય રૂપ જે ત્રણ પ્રકારનું કાર્ય છે. તે ત્રિવિધકાર્ય જો અવિકારી એકશક્તિ સ્વભાવવાળું જ દ્રવ્ય હોય તો તેનાથી કેમ થાય? દ્રવ્યને અવિકારી અને એક જ શક્તિ સ્વભાવવાળું માનીએ તો કાર્યોત્પાદક શક્તિરૂપ કારણ ભિન્ન ભિન્ન ન હોવાથી “કારણના ભેદનો અભાવ હોવાના કારણે' પ્રમોદશોકાદિરૂપ ત્રિવિધ કાર્ય (કાર્યભેદ પણ) કેમ થાય ? અર્થાત્ ન થાય. અને જો આવો ઉત્તર આપવામાં આવે કે– એક જ કારણ જુદાં જુદાં ત્રણ કાર્યો કરે છે તો વિશ્વની વ્યવસ્થા જ તુટી જાય. માટીમાંથી ઘટ બને છે અને તન્તુમાંથી પટ બને છે તેના બદલે માટીમાંથી પણ ઘટ અને પટ બન્ને બનવાં જોઈએ અને તન્તુમાંથી પણ ઘટ-પટ એમ બન્ને બનવાં જોઈએ. કારણકે અનેક કાર્યો કરવાની એક શક્તિ સ્વભાવવાળું જ દ્રવ્ય માન્યું છે. તે માટે ગમે તે કારણમાંથી ગમે તે કાર્યો બનવાં જોઈએ. પરંતુ બનતાં નથી.