Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૯૦
ઢાળ-૯ : ગાથા-૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તથા શેલડી વિગેરે (શેલડી, દ્રાક્ષ, સાકર આદિ) વસ્તુઓ મનુષ્યને જે ઈષ્ટ છે. તે જ વસ્તુઓ કરભને (ઉંટને-ગધેડાને) અનિષ્ટ છે. પણ તેથી કંઈ શેલડી વિગેરે વસ્તુઓ બદલાઈ જતી નથી. વસ્તુમાં કંઈ ભેદ થતો નથી. સાકર આદિ તે દ્રવ્યો તો જેમ છે, તેમ જ રહે છે. તેવી જ રીતે સુવર્ણનો ઘટ ભાંગીને મુકુટ બનાવે ત્યારે ઘટના અર્થીના મનની વાસના ઘટમાં હોવાથી, અને તે ભંગાતો જતો હોવાથી, અનિષ્ટસાધનતાની વાસના થાય છે. તે જ શોક કરાવે છે. એવી જ રીતે મુકુટના અર્થીના મનની વાસના મુકુટમાં હોવાથી, અને તે થતો જતો હોવાથી ઈષ્ટ સાધનતાની વાસના થાય છે. તે જ પ્રમોદ કરાવે છે. તથા સુવર્ણના અર્થીના મનની વાસના સુવર્ણમાં હોવાથી, અને તે સુવર્ણ અબાધિત હોવાથી ઈષ્યનિષ્ઠ બુદ્ધિના અભાવવાળી વાસના થવાથી માધ્યય્યતા કરાવે છે. આમ વાસનાનો ભેદ જ શોકાદિકાર્યનું જનક છે. પરંતુ વસ્તુમાં ઉત્પાદાદિ ૩ લક્ષણો હોય, અને તે હર્ષાદિ કરાવતું હોય તેમ નથી. જોનારી વ્યક્તિઓના મનમાં જે વિવિધ વાસના છે. તેનાથી જ શોકાદિ ત્રણ કાર્યો થાય છે. પરંતુ સામે દેખાતી વસ્તુમાં ઉત્પાદાદિ ત્રિવિધતા નથી. આમ બૌદ્ધ કહે છે.
ते बौद्धने निमित्तभेद विना वासनारूप मनस्कारनी भिन्नता किम शुद्ध थाइ ? ते माटई शोकादिक, उपादान जिम भिन्न, तिम निमित्त पणि अवश्य भिन्न मानवं. एक वस्तुनी प्रमातृभेदई इष्टानिष्टता छइ. तिहां पणि एकद्रव्यना इष्टानिष्ट ज्ञानजनन શરૂપ પામે દેવા . || -૬ |
જેન- ઉપર કહ્યા મુજબ ૩ લક્ષણોને ઉડાડી મુક્તા બૌદ્ધને ઉત્તર આપતાં જૈન કહે છે કે જો “વસ્તુમાં ૩ લક્ષણો ન હોય, અને વસ્તુ પોતે એકરૂપ જ હોય,” અને ઈષ્યનિષ્ઠ બુદ્ધિરૂપ વાસનાના ભેદમાત્રથી જ હર્ષ શોકાદિ કાર્યનિષ્પત્તિ થતી હોય તો, નિમિત્તભેદ વિના વાસનારૂપ મનની ભિન્નતા પણ કેમ શુદ્ધ થશે? અર્થાત્ કેમ ઘટશે?
જો પોતાનામાં રહેલી ઈષ્ટતાબુદ્ધિ, અનિષ્ટતાબુદ્ધિ અને તદુભય ભિન્નબુદ્ધિ રૂપ મનની ભિન્ન ભિન્ન વાસનામાત્રથી જ હર્ષશોકાદિ કાર્ય થતાં હોય તો એકને ઈષ્ટતાબુદ્ધિરૂપ વાસના, બીજાને અનિષ્ટતાબુદ્ધિરૂપ વાસના, અને ત્રીજાને તદુભયભિન વાસના, જે થાય છે. આમ મનની વાસનાનો આ ભેદ કોના નિમિત્તે થયો? જો સામે રહેલી વસ્તુ તેમાં નિમિત્ત ન બનતી હોય અને જોનારાના કેવળ એકલા ઉપાદાનભૂત આત્મામાંથી જ ઇષ્ટતાબુદ્ધિ આદિ રૂપ ત્રણ જુદી જુદી વાસના તે ત્રણ આત્મામાં થતી હોય તો ઈષ્ટતાબુદ્ધિની વાસનાવાળા માનવને સર્વત્ર ઇષ્ટતાબુદ્ધિ જ થવી જોઈએ.