Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૬
૩૮૭ આવુ બોલનારા પ્રશ્નકારને (વાદીને) પણ “શક્તિ એક, અને કાર્ય કરે અનેક” આમ એકત્વ અને અનેકત્વ તો આવું જ. આ જ સૂચવે છે કે ગમે તેટલો હઠવાદ આ મિથ્યાત્વી જીવ રાખે તો પણ આખરે સ્યાદ્વાદ જ સ્વીકારવો પડે છે. તો પછી પહેલેથી જ અનેક શક્તિઓવાળું એવું આ સુવર્ણદ્રવ્ય છે. આમ માનવું શું ખોટું ? આ પ્રમાણે આ સુવર્ણદ્રવ્ય કારણ બનતું હોવાથી તે સુવર્ણદ્રવ્યમાં ભિન્ન ભિન્ન કાર્યજનક અનેક શક્તિઓ છે. આમ તે અનેક શક્તિઓની અપેક્ષાએ તત્તત્સક્તિયુક્ત એવું કારણ દ્રવ્ય પણ જુદુ જુદુ છે. આમ માનવું શું ખોટું ? તેથી કારણભેદ અવશ્ય થયો જ. અને કારણભેદથી કાર્યભેદ પણ થયો જ. તેથી એક કારણથી અનેકકાર્ય થતાં નથી. પરંતુ કારણ (એવા સુવર્ણ)માં ઉત્પાદાદિ રૂપ ત્રિવિધ શક્તિ હોવાથી સુવર્ણાત્મક કારણ પણ ત્રિવિધ છે. અને ત્રિવિધ એવા કારણમાંથી પ્રમોદાદિ કાર્ય પણ ત્રિવિધ થાય છે. આ જ વાત પારમાર્થિક છે. સત્ય છે. સર્વજ્ઞ ભાસિત છે. અને યથાર્થ છે. ૧૩૮ || શોકાદિકજનનઈ વાસના, ભેદઈ કોઈ બોલઈ બુદ્ધ રે ! તસ મનસકારની ભિન્નતા, વિણ નિમિત્તભેદ કિમ શુદ્ધ રે //
- જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૬ // ગાથાર્થ– “વાસનાના ભેદથી જ શોકાદિનો જન્મ થાય છે” આમ કોઈ બૌદ્ધદર્શનકાર કહે છે. તેને મનની ભિન્નતા પણ નિમિત્તભેદ વિના શુદ્ધ રીતે સંગતિને કેમ પામે ? | -૬ /
ટબો- બૌદ્ધ ઈમ કહઈ છઈ જે- “તુલા નમનોનમનની પરિ ઉત્પાદ વ્યય જ એકદા છઈ, ક્ષણિકસ્વલક્ષણનઇ ઘોવ તો કઈ જ નહીં. હેમથી શોકાદિક કાર્ય હોઈ છઈ, ભિન્ન ભિન્ન લોકની ભિન્ન ભિન્ન વાસના થઈ, તે વતી.”
જિમ એક જ વસ્તુ વાસનાભેદઇ કોઈનઇ-ઈષ્ટ, કોઈકનઈ-અનિષ્ટ, એ પ્રત્યક્ષ છઈ. સેલડી પ્રમુખ મનુષ્યઈ ઈષ્ટ છઈ, કરભનઈ અનિષ્ટ થઈ. પણિ તિહાં વસ્તુભેદ નથી. તિમ ઈહાં પણિ જાણવું”
તે બૌદ્ધનઈ નિમિત્તભેદ વિના વાસના રૂપ મનસકારની ભિન્નતા કિમ શુદ્ધ થાઈ ? તે માટઇં શોકાદિકનું ઉપાદાન જિમ-ભિન્ન, તિમ નિમિત્ત પણિ અવશ્ય ભિન્ન માનવું. એક વસ્તુની પ્રમાતૃભેદઈ ઈષ્ટાનિષ્ટતા છઈ. તિહાં પણિ એક દ્રવ્યના ઈષ્ટાનિષ્ટજ્ઞાનજનન શક્તિરૂપ પર્યાયભેદ કહેવા જ. II ૯- I