Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૮૦ ઢાળ-૯ : ગાથા-૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સ્વરૂપે ભિન્ન પણ હોય છે જ. જેમ કે વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ. આમ, આ વ્યયઉત્પાદ અને ધ્રૌવ્ય પરસ્પર ભિનાભિન્ન છે. પરંતુ એકલાં ભિન કે એકલાં અભિન્ન આ લક્ષણો નથી.
તથા “આ કંચન છે” આમ સામાન્ય પણે જ્યારે જોઈએ ત્યારે જ્યાં ધ્રૌવ્ય દેખાય છે. ત્યાં જ ઘટ-મુકુટ ઈત્યાદિ વિશેષપણે જો જોઈએ તો વ્યય-ઉત્પાદ પણ અવશ્ય દેખાય જ છે. દેવદત્તમાં પુરુષપણે ધ્રૌવ્ય અને બાલ્યાદિભાવે વ્યય-ઉત્પાદ પણ દેખાય જ છે. આ રીતે સામાન્યપણે (દ્રવ્યસ્વરૂપે) જોતાં જ્યાં ધ્રૌવ્ય રહેલું જણાય છે. ત્યાં જ વિશેષપણે (પર્યાય સ્વરૂપે) જોતાં વ્યય અને ઉત્પાદ પણ રહેલા દેખાય જ છે. આમ આ ત્રણે લક્ષણો પોતપોતાના સ્વરૂપે ભિન્ન ભિન્ન હોવા છતાં પણ સાથે રહેવામાં (એક જ દ્રવ્યમાં એક જ ક્ષેત્રે અને એક જ કાળે વર્તવામાં) તેઓમાં કંઈ વિરોધ આવતો નથી.
કેટલાક દર્શનકારો મિથ્યાત્વમોહની વાસનાથી “બાપ-બેટાની જેમ” ઉપરછલ્લો અર્થ સાંભળીને જ્યાં ધ્રૌવ્ય હોય ત્યાં ઉત્પાદ-વ્યય કેમ રહે ? અને જ્યાં ઉત્પાદ-વ્યય હોય, ત્યાં ધ્રૌવ્ય કેમ રહે? કારણ કે પરસ્પર વિરોધી છે આમ સમજીને વિરોધ જોયા જ કરે છે. તેથી એકાન્ત નિત્ય અથવા એકાન્ત અનિત્ય માની લે છે. પરંતુ ખરેખર અપેક્ષાભેદે સાથે માનવામાં કંઈ જ વિરોધ નથી.
व्यवहार तो सर्वत्र स्यादर्थानुप्रवेशइ ज होइ, विशेषपरता पणि व्युत्पत्तिविशेषज्ञ ज होइ. अत एव "स्यादुत्पद्यते, स्पान्नश्यति, स्याधुवम्" इम ज वाक्यप्रयोग कीजइं. "उप्पन्नेइ वा" इत्यादौ वा शब्दो व्यवस्थायाम्, स च स्याच्छब्दसमानार्थः
ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણે પોતપોતાના સ્વરૂપે ભિન્ન છે, છતાં સાથે રહે છે માટે અભિન્ન પણ છે. તેથી આ ત્રણે લક્ષણો ભિન્નભિન્ન હોવાથી જ્યારે
જ્યારે કોઈ એકનો વ્યવહાર કરવો હોય ત્યારે એકનો વ્યવહાર કરવામાં બાકીનાં બે લક્ષણો રહી ન જાય અથવા ઉડી ન જાય, એટલે કે લોપાઈ ન જાય એટલા માટે સર્વ ઠેકાણે “ચા” શબ્દ કહેવો જોઈએ, કદાચ સ્પષ્ટરૂપે શબ્દથી બોલો કે કદાચ ના બોલો તો પણ “ચ”ના અર્થનો અનુપ્રવેશ તો હોય જ છે. આમ સમજી લેવું. બધે ઠેકાણે આ શબ્દ બોલવામાં આવતો નથી. પરંતુ અર્થથી અનુસરાયેલો તો હોય જ છે. અને તો જ તે વ્યવહાર શુદ્ધ વ્યવહાર કહેવાય છે. કાર્ય કરનાર બને છે. અન્યથા અશુદ્ધ વ્યવહાર કહેવાય છે.