Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૭૮ ઢાળ-૯ : ગાથા-૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ हेमघटव्यय तेह ज हेममुकुटनी उत्पत्ति, एककारणजन्य छइ ते माटिं विसभागपर्यायोत्पत्तिसंतान छइ. तेहथी ज घटनाशव्यवहार संभवइ छइ, ते माटिं. पणि उत्तरपर्यायोत्पत्ति ते पूर्वपर्यायनो नाश जाणवो. कंचननी ध्रुवता पणि तेहज छइ जे माटिं प्रतीत्य पर्यायोत्पादई एक संतानपणुं, तेह ज द्रव्यलक्षण धौव्य छइ.
સ્થૂલદષ્ટિએ પૂર્વસમયમાં કારણ અને ઉત્તરસમયમાં કાર્ય જણાય છે. એટલે કે કારણ કાર્યનો ભેદ જણાય છે. પરંતુ સૂક્ષ્મદૃષ્ટિએ વિચાર કરતાં તેમ નથી. એક જ સમયમાં કારણ-કાર્ય છે તથા વિવક્ષાએ જ કારણ છે તે જ કાર્યરૂપે પરિણામ પામે છે. હેમઘટનો જે વ્યય છે તે જ હેમમુકુટની ઉત્પત્તિ છે. માટે તેમાં સમયભેદ નથી. આ વાત એક ઉદાહરણથી સમજીએ.
જે સમયે સુવર્ણકાર હેમઘટનો વ્યય કરે છે. તે સમયે તેટલા અંશે અવશ્ય મુકુટની ઉત્પત્તિ પણ થાય છે. સુવર્ણઘટનો નાશ અને સુવર્ણમુકુટની ઉત્પત્તિ આ બન્ને કાર્યો સુવર્ણનામના એક જ દ્રવ્યના પરિવર્તનાત્મક કાર્યો છે. સુવર્ણ નામના એક જ કારણમાં વ્યય અને ઉત્પત્તિ આમ બને સાથે જ જન્મ પામે છે. તેથી એક જ કારણથી જન્ય હોવાને લીધે તે બન્ને એક જ છે. વિવક્ષા માત્રથી જ ભેદ છે.
“ઘટ” જ્યાં સુધી ઘટપણે વર્તે છે. ત્યાં સુધી પ્રતિસમયે તેમાં પણ થતા પુરણગલન રૂપ ઉત્પાદ અને વ્યય છે. પરંતુ તે લોકવ્યવહાર ગમ્ય નથી. કારણ કે
ઘટાકારતા” પણે સમાન સમાન ભાગરૂપ (સભાગ) પર્યાયની ઉત્પત્તિ છે. તેથી તેને સભાગ પર્યાયોત્પત્તિસંતાન કહેવાય છે. અને ઘટનો નાશ થઈને કપાલની ઉત્પત્તિ થાય કે જ્યાં લોકવ્યવહારથી નાશ-ઉત્પત્તિ દેખાય છે. વિજાતીય (અર્થાત્ વિપરીત) કાર્યની ઉત્પત્તિ જ્યાં થાય છે. તેને વિસભાગ પર્યાયોત્પત્તિસંતાન કહેવાય છે. તે વિસભાગપર્યાયોત્પત્તિ સંતાન જ્યારે થાય છે ત્યારે ઘટના નાશનો વ્યવહાર લોકમાં સંભવે છે. અને મુકુટની ઉત્પત્તિનો વ્યવહારતું પણ સંભવે છે. કારણ કે તે વિસભાગ હોવાથી એટલે કે ઘટાકારમાત્ર પણે સમાન = સજાતીય ન હોવાથી વિજાતીય પણે થતા નાશકાલે નાશનો વ્યવહાર લોકગમ્ય છે. પરંતુ સભાગસંતતિમાં પણ લોકભોગ્ય ન હોવા છતાં પ્રતિસમયે ઉત્તરપર્યાયનો ઉત્પાદ અને પૂર્વપર્યાયનો નાશ રહેલો જ છે આમ જાણવું. તે સભાગસંતતિ હોવાથી નાશ-ઉત્પાદ લોકગમ્ય નથી.
સભાગસંતતિમાં કે વિસભાગસંતતિમાં પૂર્વોત્તર પર્યાયનો નાશ અને ઉત્પાદ થવા છતાં કંચનની ધ્રુવતાને કોઈ પણ જાતની આંચ આવતી નથી. કંચનની ધૃવતા પણ અખંડિતપણે તેમાં અબાધિત રહેલી જ છે. કારણ કે પ્રતિસમયે થતા નવા નવા