Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીના ફોટોઓનો સંક્ષિપ્ત પરિચય (૧) અષાઢી મેઘના સતત વરસાદથી માતા સૌભાગ્યદેવીને ત્રણ ઉપવાસ થયા છે. ભક્તામરના
શ્રવણ વિના માતા ભોજન લેતાં નથી, તેજસ્વી બાળ જસવંત આ વાત જાણીને નિર્દોષ ભાવે
વિનંતી કરે છે અને ભક્તામર શુદ્ધ રીતે સંભળાવે છે. માતા ખુશ-ખુશ થાય છે. (૨). પૂજ્ય શ્રી નવિજયજી મ. સાહેબની વૈરાગ્યમય વાણી સાંભળી બન્ને ભાઈઓ સંયમના પંથે
વિચરવા તૈયાર થયા. પૂ. આ. શ્રી દેવસૂરીશ્વરજી મ. ની પાવન નિશ્રામાં સંયમ સ્વીકારી શ્રી પદ્મવિજયજી અને શ્રી યશોવિજયજીના નામે ઘોષિત થયા. જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મ.શ્રીના શિષ્ય પૂ. શ્રી કલ્યાણવિજયજી, તેમના શિષ્ય પૂ. શ્રી લાભવિજયજી, તેમના શિષ્ય પૂ. શ્રી નવિજયજી મ. તેમના શિષ્ય પૂ. શ્રી યશોવિજયજી મ. થયા. આ મહાત્મા મહામહોપાધ્યાય બન્યા. એક જ માતાના બે બાળકોમાંથી એક મહાન જ્ઞાની બન્યા અને બીજા અધ્યાત્મરસિક, ભકિપરિણામી આરાધક બન્યા. ડભોઈમંડણ શ્રી લોઢણ પાર્શ્વનાથ પ્રભુની આરાધના-જાપમાં વિશેષ જોડાયા. ચૈત્યવંદન-દેવવંદન આદિ અનેકવિધ ગુજરાતી કાવ્યોના કર્તા બન્યા. ગુરુ મહારાજની આજ્ઞાથી અમદાવાદમાં વિ. સં. ૧૬૯૯માં (ઉં. વર્ષ ૨૧) જૈન સંઘ સમક્ષ અષ્ટાવધાનનો પ્રયોગ કર્યો. જેથી પ્રસન્ન થયેલા ધનજી સુરા પૂજ્ય ઉપાધ્યાયજી મ.ને ન્યાયવ્યાકરણાદિના વિશિષ્ટ અભ્યાસ નિમિત્તે કાશી મોકલવાની ગુરુજીને વિનંતી કરે છે અને ખર્ચનો લાભ મને આપો એમ કહે છે. વિ. સં. ૧૭૦૧માં કાશીનગરમાં પ્રવેશ. ગંગાતટે જે મંત્રબીજપૂર્વક સરસ્વતી માતાની સાધના, માતાની પ્રસન્નતા, તર્કશાસ્ત્ર, કાવ્યશાસ્ત્રમાં નિપુણતાના સરસ્વતી માતાના આશીર્વાદ, ત્રણ વર્ષ કાશીમાં અને ચાર વર્ષ આગ્રામાં વિદ્યાભ્યાસ. અન્ય દર્શનના પ્રખર પંડિત સાથે વાદ-વિવાદ, વાદીનો પરાભવ કરી જીત મેળવીને જૈનશાસનની પ્રભાવના કરી. તે સમયે કાશીના વિદ્વાનોએ ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદની પદવી આપી. વિ. સં. ૧૭૦૮માં પૂ. આ. મ. શ્રી સિંહસૂરીશ્વરજીએ સાધુ સંસ્થામાં પ્રવેશેલી શિથિલતા દૂર કરવા પૂજ્ય શ્રી સત્યવિજયજી મ.સા.ને પ્રેરણા કરી તથા આ ભગીરથ કાર્યમાં સહાયક
થવા પૂ. શ્રી યશોવિજયજી મ. શ્રીને પણ સૂચના કરી. (૯) પ્રખર વિદ્વાન પૂ. ઉપાધ્યાયજી મ. શ્રીએ સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી અને બીજી કેટલીક ભાષાઓમાં
અદ્ભુત સાહિત્ય રચના શરૂ કરી. અધ્યાત્માદિ અનેક વિષયનાં ઘણાં શાસ્ત્રો બનાવ્યાં. (૧૦) પૂજ્ય આચાર્ય શ્રી મલ્લવાદીજી કૃત નયચક્રગ્રંથની અલભ્ય એક પ્રત ૧૫ દિવસ માટે જ મળતાં
વિક્રમ સંવત ૧૭૧૦માં સાત મુનિઓએ સાથે મળીને તેની કોપી કરી લીધી. (૧) પૂ. નયવિજયજી મ., (૨) પૂ. બાલવિજયજી મ. (૩) પૂ. જયસોમવિજયજી મ., (૪) પૂ. કીર્તિરત્ન ગણિ, (૫)
પૂ. વિજયજી મ. (૬) પૂ. રવિવિજયજી મ. અને (૭) પૂ. શ્રી યશોવિજયજી મ. સા. (૧૧) પૂજ્ય ઉપાધ્યાય મહારાજશ્રીનું તથા પૂજ્ય આનંદઘનજી મ.નું પરસ્પર મિલન અને ધર્મચર્ચા
દ્વારા અધ્યાત્મરસની વિશેષ વૃદ્ધિ. પૂ. આ. ભ. શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી મ. શ્રીના હાથે વિ. સં. ૧૭૧૮માં પૂજ્ય યશોવિજયજી મ.શ્રીની ઉપાધ્યાય પદવી. પદવી એવી શોભાવી કે પોતે તે જ નામે પ્રસિદ્ધ થયા. વિ. સં. ૧૭૪૩ મહા સુદ ૫ ના દિવસે ડભોઇમાં ૧૧ દિવસના અનશનના અંતે સ્વર્ગવાસ થયા.