Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૯ : ગાથા-૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ -
તથા- આ જ પ્રમાણે જે માટે સુવર્ણમાત્રનો અર્થી (બન્ને પુત્રોનો પિતા) તે કાળે (ઘટ ભાગે છે અને મુગટ થાય છે ત્યારે) નથી સુખવાળો થતો, કે નથી દુઃખવાળો થતો. પરંતુ સ્થિતિપરિણામવાળો (તટસ્થબુદ્ધિવાળો) જ રહે છે કારણકે તેને સુવર્ણની ધ્રુવતા જ દેખાય છે. તે માટે ઘટ ભાંગવા છતાં, મુકુટ થવા છતાં, હેમસામાન્યપણે (સુવર્ણમાત્ર રૂપે) સ્થિતિ પણ અવશ્ય છે જ. અને તે પણ તેટલી જ સાચી છે. જો આ સુવર્ણપણાની સ્થિતિ તેમાં ન હોત તો પિતા કાં તો ઉત્પાદમાત્ર જોઈને હર્ષવંત થવા જોઈએ, અથવા નાશમાત્ર જોઈને દુઃખવંત થવા જોઈએ. પરંતુ પિતા તેવા થતા નથી. તેનો અર્થ એ થાય છે કે પિતાને જે પોતાના સુવર્ણપણાની માલિકીની બુદ્ધિ છે. તે સુવર્ણપણું તો તેમાં અવશ્ય ધ્રુવ છે જ. આમ દેખાય જ છે. અને તેથી જ તે હર્ષશોક ન કરતાં ઉપેક્ષાવંત રહે છે. આ પ્રમાણે ઉત્પાદ-વ્યય-અને સ્થિતિ, આ ત્રણે પર્યાયો જે દેખાય છે તે સુવર્ણ નામના દ્રવ્યમાં થાય છે. આમ જાણવું. ઘટાકારપણે જે નાશ છે તે પણ સુવર્ણનો નાશ છે. મુકુટાકાર પણે જે ઉત્પત્તિ છે. તે પણ સુવર્ણની જ ઉત્ત્પત્તિ છે. અને હેમાકારપણે જે ધ્રુવતા છે તે પણ સુવર્ણદ્રવ્યની જ છે. આમ ત્રણે પર્યાયો સુવર્ણદ્રવ્યમાં થાય છે. તેથી સર્વત્ર દ્રવ્ય ૩ લક્ષણોવાળું છે. આમ, સર્વદ્રવ્યોમાં વ્યયાદિ આ ૩ લક્ષણો જાણવાં.
૩૭૪
इहां उत्पादव्ययभागी भिन्नद्रव्य, अनइं स्थितिभागी भिन्नद्रव्य, कोइ दीसतुं नथी. जे माटिं घटमुकुटाद्याकारास्पर्शी हेमद्रव्य छई नहीं, जे एक ध्रुव होइ. ( तथा ) ध्रुवतानी પ્રતીતિ પળિ છડું, તે માર્ટિ ‘‘તદ્માવાવ્યયં નિત્યમ્'' (તત્ત્વાર્થસૂત્ર ૫-૩૩) ર્ નક્ષળવું परिणाम ध्रुव अनइं परिणाम अध्रुव सर्व भाववुं ॥ ९३ ॥
આ પ્રમાણે સર્વે દ્રવ્યો ત્રિપદીમય છે. તેથી માત્ર ઉત્પત્તિ અને વ્યયને જ ભજનારૂં દ્રવ્ય ભિન્ન છે (જેમ કે ઘટપટાદિ), અને સ્થિતિને જ માત્ર ભજનારૂં દ્રવ્ય ભિન્ન છે. (જેમ કે પરમાણુ, જીવ, આકાશ આદિ) આમ કોઈ દીસતુ (દેખાતું) નથી. અર્થાત્ એકલા ઉત્પાદ-વ્યયનો જ આધાર હોય પણ સ્થિતિ ન જ હોય એવું કોઈ દ્રવ્ય દેખાતું નથી તથા એકલી સ્થિતિનો જ આધાર હોય પણ ઉત્પાદવ્યય ન હોય એવું પણ કોઈ દ્રવ્ય દેખાતું નથી. નૈયાયિક-વૈશેષિકો જે આમ માને છે કે પૃથ્વી-જલ-તેજ-વાયુના પરમાણુઓ અને આકાશાદિ દ્રવ્યો નિત્ય જ છે. અને હ્રયણુકાદિ સ્થૂલ દ્રવ્યો અનિત્ય જ છે. તે ખોટી વાસના છે. તેઓની આ માન્યતા મિથ્યા છે. કારણ કે નિત્ય એવા