Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૭૩
- દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૩ નાનો પુત્ર રડે છે. કારણ કે તે વ્યયને જ જુએ છે. મોટો પુત્ર હરખાય છે. કારણકે તે ઉત્પાદને જ જુએ છે. અને પિતા ઉપેક્ષાવંત છે. કારણ કે તે પોતાના સુવર્ણને જ (દ્રવ્યને જ) જુએ છે. આ ઉદાહરણ ધ્યાનમાં રાખીને આ ટબાની પંક્તિઓના અર્થ આપણે વિચારીએ.
એક જ સુવર્ણદ્રવ્યને વિષે ઘટાકારપણે (સુવર્ણનો) નાશ, મુકુટાકારપણે (સુવર્ણનો) ઉત્પાદ, અને હેમાકારપણે (સુવર્ણની) ધ્રુવતા, આમ આ ત્રણે લક્ષણો પદાર્થમાં પ્રત્યક્ષ દેખાય જ છે. તેની વધારે સ્પષ્ટ સમજણ આ પ્રમાણે છે.
जे माटि हेमघट भांजी हेममुकुट थाइ छइ, तिवारइं = हेमघटार्थी दुःखवंत थाइ, ते माटिं घटाकारइं हेमव्यय सत्य छइ.
જે માટે = એટલે કારણકે, જ્યારે સુવર્ણનો ઘટ ભાંગીને તે જ સુવર્ણમાંથી હેમનો મુકટ બનાવાય છે. ત્યારે સુવર્ણના ઘટનો અર્થ એવો નાનો પુત્ર દુઃખવાલો થાય છે. તે માટે તે કાલે ઘટાકારપણે સુવર્ણ દ્રવ્યનો જે નાશ છે. તે સાચો છે. જો તે કાળે ઘટાકારપણે સોનાનો નાશ ન થતો હોત તો નાના પુત્રનું જે ઈષ્ટ, ઘટાકારતામયસુવર્ણ, તે તો છે જ, તો નાના પુત્રને દુઃખ કેમ થાય ? અર્થાત્ ન થવું જોઈએ. પરંતુ જેમ જેમ ઘટ ભાંગે છે તેમ તેમ તે નાનો પુત્ર વધારે વધારે જોરથી રડે છે. તેથી તે કાળે ઘટાદારતાનો નાશ એટલે કે ઘટાકારપણે પરિણામ પામેલા સુવર્ણનો નાશ અવશ્ય છે જ. આ રીતે ઘટાકારપણે હેમનો વ્યય ત્યાં છે જ. આ વાત સંપૂર્ણપણે સાચી ઠરે છે. આ રીતે ઘટાકારરૂપે હેમવ્યય અવશ્ય સત્ય છે. એ સિદ્ધ થયું.
जे माटि हेममुकुटार्थी हर्षवंत थाइ, ते माटिं-मुकुटाकारइं हेमोत्पत्ति सत्य छइ.
તથા જે માટે સુવર્ણના મુકુટનો અર્થ એવો મોટો છોકરો હર્ષવાળો થાય છે. તે માટે મુકુટાકારપણે સુવર્ણની ઉત્પત્તિ પણ જરૂર છે જ, અને તે સાચી છે, જો મુકુટરૂપે સુવર્ણની ઉત્પત્તિ તેમાં ન હોત તો મોટા પુત્રને હર્ષ કેમ થાય ? કારણ કે પોતાનું ઇષ્ટ = જે સુવર્ણનો મુકુટ, તેની ઉત્પત્તિ તો તેમાં નથી, તો હર્ષ થવાનું કારણ શું ? અને હર્ષ થતો દીસે છે. તેથી અવશ્ય તેમાં મુકુટાકારની ઉત્પત્તિ એટલે કે મુકુટાકારપણે સુવર્ણની ઉત્પત્તિ છે જ. અને તે સંપૂર્ણપણે સાચી જ વાત છે. આમ સિદ્ધ થયું.
इम हेममात्रार्थी ते काले न सुखवंत, न दुःखवंत थाइ छड़, स्थितपरिणामइं रहइ छइ. ते माटिं हेमसामान्य स्थिति सत्य छइ. इम सर्वत्र उत्पाद व्यय स्थिति पर्याय द्रव्य रूपे जाणवा.