Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૩
૩૭૧ બનેલો આ જીવ આ ઉત્પાદાદિ ત્રણેનો નિરંતર વિરોધ જ દેખ્યા કરે છે. “બાપ હોય તે બેટો કેમ હોય? અને બેટો હોય તે બાપ કેમ હોય? જે ઉત્તરમાં હોય તે દક્ષિણમાં કેમ હોય? અને જે દક્ષિણમાં હોય તે ઉત્તરમાં કેમ કહેવાય ? આમ સંસારી લોકો ઉપરછલ્લો વિરોધ જેમ દેખે છે તેમ જે નિત્ય હોય તે અનિત્ય કેમ હોય અને જે અનિત્ય હોય તે નિત્ય કેમ હોય? આમ ઉપરછલ્લો શાબ્દિક વિરોધ જ આ જીવનિરંતર જોયા કરે છે. આવા પ્રકારનો અજ્ઞાની જીવ તત્ત્વનો ઉંડાણથી વિચાર કરતો નથી.
સત્સંગથી, સાચા સ્વાધ્યાયથી અને સાસ્ત્રોનો નિરંતર અભ્યાસ કરવાથી તથા ગીતાર્થ જ્ઞાનીઓના પરિચયથી જ્યારે આ જીવની આ ભ્રામકદષ્ટિ ટળે છે. અને પરમાર્થદષ્ટિ જાગે છે ત્યારે તે જીવ આપ મેળે જ સમજી શકે છે કે જે પુરુષ તેના પુત્રનો બાપ છે. તે જ પુરુષ તેના પોતાના પિતાનો બેટો પણ સાથે જ છે. જે સુરત શહેર મુંબઈથી ઉત્તરમાં આવેલું છે. તે જ સુરત શહેર અમદાવાદની અપેક્ષાએ દક્ષિણમાં પણ સાથે જ આવેલું છે. તેમ જે વસ્તુ દ્રવ્યપણે નિત્ય છે. તે જ વસ્તુ પર્યાયપણે અનિત્ય પણ સાથે જ છે. તેમાં કંઈ જ વિરોધ નથી. અપેક્ષાભેદ માત્ર જ છે. બન્ને સાથે માનવા. એ જ વસ્તુનું પારમાર્થિક સાચું સ્વરૂપ છે. આવું, પરમાર્થષ્ટિ ખુલતાં સ્વયં સમજાઈ જ જાય છે.
ઉજવળ એવો પણ શંખ કાચકામલિકા (કમળા)ના રોગવાળાને જે પીળો દેખાય છે. તે જ શંખ કાળાન્તરે રોગમુક્ત નેત્રવાળા તે જ પુરુષને સ્વયં જ ઉજ્વળ દેખાય છે. “આ શંખ ઉજ્વળ છે” આમ કહેવું કે દેખાડવું પડતું નથી. હું પીળો જે દેખતો હતો તે ભૂલ હતી. આવું આપોઆપ સમજાઈ જ જાય છે. તેની જેમ “પરમાર્થદૃષ્ટિ” ઉઘડતાં અને તે દૃષ્ટિથી જોતાં તે જ પુરુષને હવે કંઈ પણ વિરોધ દેખાતો નથી. પરંતુ આવા પ્રકારનું તત્ત્વનું યથાર્થદર્શન જીવમાં સદ્ગુરુના યોગે પોતાની રીતે સહજપણે જ થાય છે. અને વસ્તુના સાચા સ્વરૂપને જાણવાનો આનંદ આનંદ પ્રગટે છે.
સનિયતતારું પ્રત્યય = ઉત્પાદાદિ ત્રણે લક્ષણોનું સમાન પણે (એક પણ સ્થાને હીન નહી કે અધિક નહી. પરંતુ સર્વત્ર ત્રણે સાથે જ છે. આમ સમાન રીતે) નિયતતાએ (એવકારપૂર્વક) સાથે રહેવા પણાનો જે પ્રત્યય ન = બોધ થાય છે. તે બોધ જ વિરોધમંન આજ સુધી જે વિરોધ દેખાતો હતો, તેને ભાંગીને ભુક્કો કરી નાખે છે “આ ત્રણે સર્વત્ર સાથે જ વર્તે છે” આવો સન્શાસ્ત્રોથી અને સગુરુઓથી એવકારવાળો થયેલો જે બોધ છે, તે બોધ જ અનાદિકાલીન મિથ્યાત્વ મોહસંબંધી વાસનાજન્ય વિરોધનો ભંજક (ભાંગનાર) છે. મેં ૧૩૫ /