Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૭૨ ઢાળ-૯ : ગાથા-૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઘટ મુકુટ સુવર્ણ હ અર્થિ, વ્યય ઉતપતિ થિતિ પેખત રે ! નિજ રૂપમાં હોવઈ હેમથી, દુઃખ હર્ષ ઉપેક્ષાવંત રે ||
જિનવાણી પ્રાણી સાંભળો ૯-૩ | ગાથાર્થ– ઘટ મુકુટ અને સુવર્ણના અર્થી જીવો, વ્યય ઉત્પત્તિ અને સ્થિતિને દેખતા છતા, પોત પોતાના તે વ્યયાદિ રૂપે થયેલા સુવર્ણથી જ અનુક્રમે દુઃખ હર્ષ અને ઉપેક્ષાવાળા બને છે. જે ૯-૩ ||
ટબો- તેમ જ દેખાડઈ છઈ. એક જ હેમ દ્રવ્યનઇ વિષઇ ઘટાકારઇ નાશ, મુકુટાકારઇ ઉત્પાદ, અનઇ હેમાકારઇ સ્થિતિ. એ ૩ લક્ષણ પ્રકટ દીસઈ છઈ. જે માટિં હેમઘટ ભાંજી ડેમમુકુટ થાઈ છઈ. તિવારઈં-હેમઘટાર્થી દુખવંત થાઈ, તે માર્ટિ ઘટાકારઈ હેમવ્યય સત્ય છઈ. જે માર્ટિ હેમમુકુટાર્થી હર્ષવંત થાઈ, તે માર્ટિ મુકુટાકારઇં હેમોત્પત્તિ સત્ય છઇં. ઈમ- હેમમાનાર્થી તે કાલે-ન સુખવંત, ન દુખવંત થાઈ છઈ. સ્થિતપરિણામઇ રહઇ છઈ. તે માટિ હેમ સામાન્ય સત્ય છઈ. ઈમ સર્વત્ર ઉત્પાદ વ્યય સ્થિતિ પર્યાય દ્રવ્યરૂપે જાણવા.
ઈહાં ઉત્પાદવ્યયભાગી ભિન્નદ્રવ્ય, અનઈ સ્થિતિભાગી ભિન્નદ્રવ્ય, કોઈ દીસતું નથી. જે માટિં ઘટમુકુટાધાકારાત્પર્શી હેમદ્રવ્ય કઈં નહીં, જે-એક ધ્રુવ હોઈ. ધ્રુવતાની પ્રતીતિ પણિ છઈ. તે માર્ટિ “તદ્માવી નિત્યમ્” (તત્ત્વાર્થસૂત્ર ૫-૩૩) એ લક્ષણઈ પરિણામઈ ધ્રુવ અનઈ પરિણામઈ અધ્રુવ સર્વ ભાવવું. I ૯-૩ II
| વિવેચન- તેદા રેવડ છ = સર્વે પણ પદાર્થો ઉત્પાદાદિ ત્રણ લક્ષણોવાળા જ નિયમ છે. આ વાત દઢતાપૂર્વક=ઉદ્ઘોષણા કરવા પૂર્વક દેખાડે છે
एक ज हेमद्रव्यनइं विषई घटाकारइं नाश, मुकुटाकारइं उत्पाद, अनइं हेमाकारइं स्थिति ए ३ लक्षण प्रकट दीसई छई ।
કોઈ એક શ્રીમંતને ઘેર સુવર્ણનો બનેલો ઘટ છે. તે શ્રીમંતે સુવર્ણનો તે ઘટ નાના છોકરાને રમવા માટે આપ્યો. તે જોઈને મોટા છોકરાએ આવો જ સુવર્ણનો મુકુટ પહેરવાની ઈચ્છા કરી, પિતા પાસે કજીયો કર્યો, તેની શાન્તિ માટે પિતા અને પુત્રોને સાથે લઈને સોની (સુવર્ણકાર) પાસે ગયા. અને કહ્યું કે સુવર્ણના આ ઘટને ભાંગીને સુવર્ણનો મુકુટ બનાવી આપ. સોની તે ઘટને ભાંગીને મુકુટ બનાવે છે. બન્ને પુત્રો અને પિતા આમ, ત્રણે સામે બેઠા છે. હવે વિચારો કે આ ત્રણેની મુખમુદ્રા કેવી હશે?