Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૬૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૧ માને છે. ન્યાય-વૈશેષિક દર્શનકારો સમવાય સંબંધથી “સત્તા” જેમાં વર્તે છે. તે સત્ છે. આમ કહે છે. આ બધા દર્શનોની ચર્ચા અહીં કરતા નથી. પરંતુ ઉપર જણાવેલી દર્શનકારોની ભિન્ન ભિન્ન માન્યતાઓ બુદ્ધિથી કલ્પાયેલા મનના વિકલ્પો માત્ર છે. તેઓમાં યથાર્થદર્શિતા નથી. કારણકે તેઓની માન્યતા દોષયુક્ત અને યુક્તિરહિત છે તે માટે.
“જૈનદર્શન” વીતરાગ અને સર્વજ્ઞ પ્રણીત હોવાથી તેમાં બુદ્ધિની કલ્પનાઓ નથી. પરંતુ જે પદાર્થ જેવો છે. તે પદાર્થને તેવો તે જ્ઞાનીઓએ જોયો છે અને પછી તેવો કહ્યો છે. તેથી યથાર્થદર્શન છે. ત્રિકાલાબાધિત કેવલજ્ઞાનવાલા સર્વજ્ઞપરમાત્મા સમજાવનારા હોવાથી પદાર્થનું સ્વરૂપ યથાર્થ છે. અને તેઓ વીતરાગ હોવાથી કોઈ પણ પક્ષમાં ખેંચાયા વિના તટસ્થપણે વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાવનારા છે. તેથી જૈનદર્શન નિર્દોષ છે. અને અત્યન્ત સ્પષ્ટ વસ્તુસ્વરૂપ સમજાવનારૂ દર્શન છે. તેમાં માન્યતા નથી, પરંતુ યથાર્થતા છે. તેમાં સત્ નું સ્વરૂપ આ પ્રમાણે કહેલ છે.
આ સંસારમાં જે કોઈ પદાર્થો છે. તે એક એક પદાર્થ, જેમ કે જીવ હોય કે પુગલ હોય, ઘટ હોય કે પટ હોય, અર્થાત્ સૂક્ષ્મ અને આંખે ન દેખાતા એવા જીવ'પરમાણુ આદિ પદાર્થો હોય કે આંખે દેખાતા ઘટ પટ આદિ સ્થલ પદાર્થો હોય તે સર્વે પણ પદાર્થો ૩ લક્ષણોએ કરીને સહિત છે. એટલે કે “ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય” આ ત્રણ લક્ષણોએ કરી સહિત છે. જિનેશ્વરભગવંતોએ જેવા પ્રકારના જોયા છે. તે પદાર્થો તેવા પ્રકારના જ છે. એવી શ્રદ્ધા જો મનમાં ધારણ કરવામાં આવે તો સઘળાં શુભકાર્યો સિદ્ધ થાય છે. તથા યથાર્થજ્ઞાતા અને યથાર્થવક્તાપણાનો યશ પણ મળે જ છે. | સર્વે પણ પદાર્થો પોત પોતાના પૂર્વપર્યાયથી વ્યય પામે છે. અને નવા નવા પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. અને દ્રવ્યરૂપે સદા ધ્રુવ રહે છે. આ ત્રણે ધર્મોવાળા જે પદાર્થો છે તેને “ક” કહેવાય છે. જેમ કે જીવદ્રવ્ય દેવ-નરક-તિર્યંચ અને મનુષ્યભવોમાં જન્મ-મરણ પામતો છતો, એકભવ રૂપે (પૂર્વભવ રૂપે) વ્યય પામે છે. બીજા નવા ભવરૂપે ઉત્પન્ન થાય છે. અને જીવદ્રવ્યપણે ધ્રૌવ્ય રહે છે. એકભવમાં પણ બાલ્ય રૂપે વ્યય પામે છે. યુવાન પણે ઉત્પન્ન થાય છે અને દેવદત્તાદિભાવે ધ્રૌવ્ય રહે છે. એ જ પ્રમાણે પુદ્ગલ દ્રવ્ય પણ કટકમાંથી કંકણ બનાવતાં કટકપણે વ્યય, કંકણ પણે ઉત્પાદ અને સુવર્ણપણે ધ્રૌવ્ય છે. ઘટ-પટાદિ પદાર્થોમાં પણ ઘટપણે વ્યય, કપાલ પણે ઉત્પાદ અને પુગલ પણે ધ્રૌવ્ય, અખંડપટ પણે વ્યય, ખંડપટ પણે ઉત્પાદ, અને પટપણે ધ્રૌવ્ય છે. અને આ ૩ ધર્મવાળો જે પદાર્થ છે. તે જ “સત્” કહેવાય છે. ૧. જીવ-પુદ્ગલ, આ ઈન્દ્રિય અગોચરનું દૃષ્ટાત્ત છે. અને ઘટ-મટ, આ ઈન્દ્રિયગોચરનું દૃષ્ટાંત છે. એક સૂક્ષ્મ છે અને બીજુ સ્થૂલ છે.