Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પર
આશીર્વાદ વચનો
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. એનાથી તેમને જ્ઞાનભક્તિનો ઉત્તમ લાભ મળવા સાથોસાથ અભ્યાસુ વર્ગને પણ અભ્યાસનું એક આધારભૂત આલંબન સાંપડે છે.
ગ્રંથ આકર છે, પદાર્થ ગહન છે, નય-નિક્ષેપા-ન્યાયની પ્રાચીન અને નવ્યશૈલીનો પ્રચુર ઉપયોગ છે. વિવિધ દર્શન શાસ્ત્રોના પદાર્થો અને ઉદાહરણો આદિથી સભર છે. તેથી એનું ભાષાંતર અને વિવેચન કરવું એ કાર્ય સહેલું તો નથી જ. તે વિષયોનું સુંદર જ્ઞાન, તેનો પરમાર્થ કાઢવાની વિરલ આવડત અને વિદ્વજોખરો સુધીના વાચકો માટે રસાળ છતાંય સરળ બની રહે એવું વિવેચન કરવાની ક્ષમતા. આવી અનેકવિધ આવડત હોય તો જ આ કામ શક્ય બની શકે છે.
વૃદ્ધવયમાં પણ દેવ-ગુરુની કૃપા ઝીલી તેઓએ આ સઘન પુરુષાર્થ કર્યો છે તેની અનુમોદના કરવાપૂર્વક ભાવમાં પણ તેઓના હાથે આવા ગ્રંથો સરળ વિવેચનાદિ રૂપે લખાય-પ્રકાશિત થાય એવી અભિલાષા વ્યક્ત કરું છું.
સમયના અભાવે આ વિવેચનનું માત્ર ઉપરછલ્લું જ અવલોકન શક્ય બન્યું છે. છતાં એમાં જે જે વાંચવાનું બન્યું છે તે પ્રામાણિકપણે ગ્રંથ સાપેક્ષ રહીને જ લખવાનો પ્રયાસ કર્યો છે એવું મને સ્પષ્ટ જણાયું છે. આમ છતાં આ આકર વિવેચન ગ્રંથમાં કોઈ વિદ્વાનને કોઈ પંક્તિ કે નિરૂપણમાં કચાશ કે શાસ્ત્ર અસંગતતા લાગે તો તે બાબત પંડિતજીને લખી જણાવશે તો તેઓ જરૂર એ બાબત વિચારી નૂતન આવૃત્તિ આદિમાં એ અંગેનો જરૂરી સુધારો કરશે એવો વિશ્વાસ છે.
સં. ૨૦૬૧, કારતક સુદ-૧ શ્રી ગૌતમસ્વામિજી કૈવલ્યપ્રગટન દિન
સુરત,
એજ લિ. વિજયકીર્તિયશસૂરિ
=
==