Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૦
આશીર્વાદ વચનો
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કર્મનો સવિશેષ ક્ષયોપશમ જેમનો હોય એવા જ સાધકો આ અનુયોગમાં પ્રગતિ સાધી શકે છે. સમ્યગદર્શનની વિશિષ્ટ કક્ષાની શુદ્ધિને કરનાર આ અનુયોગ હોવાથી ચારિત્રી આત્માઓને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવા માટે શાસ્ત્રકારોએ કેટલીક વિશિષ્ટ છૂટછાટો પણ આપેલી છે. તેનાથી પણ આ અનુયોગનું મહત્ત્વ સ્પષ્ટ થાય છે.
દ્રવ્યાનુયોગ એટલે દ્રવ્યનો અનુયોગ. જગતમાં જેટલા પણ દ્રવ્યો છે તેમનું દરેક નય-નિક્ષેપ-પ્રમાણ આદિના પરિપ્રેક્ષ્યમાં સાંગોપાંગ જ્ઞાન પ્રાપ્ત કરવું-કરાવવું.
નવપદની આરાધનામાં પ્રથમ શ્રી અરિહંતપદને આરાધતા આરાધકો એક દુહો બોલે છે–
“અરિહંત પદ ધ્યાતો થકો, દબહ-ગુણ-પન્જાયો રે,
ભેદ-છેદ કરી આતમા, અરિહંતરૂપી થાયો રે.” આ દુહો દ્રવ્ય-ગુણ-પર્યાય અંગે વાત કરે છે. “અરિહંત-દ્રવ્યમાં દ્રવ્યપણું કર્યું? એના ગુણ કયા? અને એના પર્યાયો કયા? એ બધું જાણી, તેનું ધ્યાન ધરી, અરિહંત અને પોતાના આત્માનો ભેદ જાણી તે ભેદનો છેદ કરવાથી જ આત્મા પોતે અરિહંતરૂપી થાય છે. આ એનો પરમાર્થ છે.
દ્રવ્યાનુયોગનું સ્થાન દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવા પુરતું છે. એનું ધ્યાન ચરણકરણાનુંયોગમાં સમાવેશ પામે છે. એ ધ્યાનથી જ અરિહંત અને સ્વની વચ્ચેનો ભેદ છેદાય છે. અને આત્માની અરિહંત સ્વરૂપ પ્રાપ્તિ એનું અંતિમ ફળ છે. એ પ્રાપ્ત કરવા માટે જ દ્રવ્યાનુયોગને જાણવાનો છે.
પૂ. ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ, લઘુહરિભદ્ર ઉપમા પ્રાપ્ત, કલિકાલમાં શ્રુતકેવળીના જ્ઞાનનું સ્મરણ કરાવનાર, મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે દ્રવ્યાનુયોગના અર્ક સમો દ્રવ્ય-ગુણ-પર્યાયનો જ્ઞાનના નિચોડ સમો રાસ ગુજરાતી ભાષામાં બનાવ્યો છે. તેજ આ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. આ ગ્રંથની મહત્તા એટલી બધી વિશિષ્ટ છે કે ગુજરાતી એવા આ ગ્રંથનો અનુવાદ પંડિત ભોજસાગરે સંસ્કૃતમાં કર્યો. દ્રવ્યાનુયો-તપ નામે એ ગ્રંથ પૂ. ઉપાધ્યાયજી મહારાજના પુરૂષાર્થને સો-સો સલામી ભરે છે.
પૂ. ઉપાધ્યાયજી મહારાજની આ કૃતિ ભલે ગુજરાતીમાં, ગેય ઢાળીયા રૂપે રચાયેલ છે પણ એની પંક્તિએ-પંક્તિ વિદ્વાનોને માથાં ડોલાવવાં પડે તેવી નક્કર છે. એઓ શ્રીમદ્રના ગંભીર આગમ-ઉદધિના ઊંડા અવગાહન બાદ, સ્વદર્શનના રહસ્યોથી પરિણત