________________
૨૧.
પરિણતિ જ્ઞાન ^ ^^^^^^^^^ ^^
^ શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન એમ પાંચ પ્રકારનાં જ્ઞાન ન હોત તે પાંચ આવરણે બેલવાને અવકાશ જ ન હોત. જ્ઞાનને લીધે આવરણે માન્યાં છે. આત્મામાં જ્ઞાન પણ પાંચ પ્રકારનું તથા એને રોકનારના આવરણના પાંચ પ્રકાર છે.
આ જ્ઞાનાષ્ટકમાં જે અધિકાર લીધે છે તે સ્વરૂપભેદે કરીને લીધેલા જ્ઞાનને અધિકાર નથી. શાસ્ત્રનાં વચનો શ્રવણ કર્યા પછી પરિણતિ કેટલા પ્રકારની થાય તે જણાવવા માટે જ્ઞાનાષ્ટક છે. જેને જેને સાંભળવાને શ્રવણેન્દ્રિય મળી તે તે બધા સાંભળે તે છે, પણ પરિણમન. એ જુદી ચીજ છે. જનાવરને તો પદાર્થ જ્ઞાન પણ નથી, તે અસંજ્ઞી મૂઢ છે, તે સાંભળે તો પણ તેને શબ્દજ્ઞાન કે પદાર્થજ્ઞાન પણ નથી. અહીં તો જેને પઢાર્થજ્ઞાન થયું છે તેના ભેદો જણાવાય છે. જેને પદાર્થજ્ઞાન નથી થયું કે વિપરીત થયું છે તેનો અહીં વિચાર નથી.
जीवाजीवा पुन्न', पाव सवसंवरो य निज्जरणाव । बंधो मुक्खो य तहा, नव तत्ता हुंति नायब्बा ॥
પદાર્થજ્ઞાન જેને થયું, તેને જીવાજીવાદિક નવ તત્તનું જ્ઞાન છે. પદાર્થ જ્ઞાનવાળા જ્યારે પરિણતિમાં જાય ત્યારે એને તે નિશ્ચય જ હોય કે આ જીવાદિક જ તત્વ છે. જગતના તમામ પદાર્થો જીવ અને અજીવ એ બેમાં આવી જાય છે. જીવવર્ગમાં કે અજીવવર્ગમાં ન જાય તેવો કોઈ પણ પદાર્થ જગતમાં નથી. પરંતુ એ તે પદાર્થ વિભાગ છે, પણ તત્વવિભાગ નથી. તત્વવિભાગ તે જીવાદિક તરીકે એટલે તત્વ તરીકે વિભાગ શ્રી જિનેશ્વરદેવે જ કહેલ છે તે છે. અને તેથી નિઝર તત્ત કહીએ છીએ.
સામાન્યતઃ તમામ આસ્તિકે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મેક્ષ એ નવ તને અર્થથી તે માને છે. પણ ફરક કયાં છે? છોકરો પણ હીરાને હીરે કહે છે; ઝવેરી પણ . તેને હીરે કહે છે. છેક તેનાં તેલ, તેજ, મૂલ્યાદિ જાણતું નથી, તે સમજ્યા વગર હીરો કહે છે, જ્યારે ઝવેરી તેને સમજીને કહે છે. શબ્દ તે બેય એક જ બેસે છે.