________________
* ૨૮: પર્વત જે. શીષ નામનું શિખર હતું. એ ઉપર કબરી નામને બગીચે હતો. લલાટપવતે નાશિકા ગુફા બુધ અને મંદના જોવામાં આવી એમાંથી ભુજંગતા નારી નિકળી. એના હાવભાવમાં બુધ ન ફસાયે પણ મંદ ફસાઈ ગયે એણે ભુજંગતાના કહ્યા મુજબ ઘાણને ખૂશ કરવા જતાં અનેક દુઃખો ભગવ્યાં. ધ્રાણુ સાથે બંનેની મિત્રતા હતી.
બુધને પુત્ર વિચાર વગર કહે વિશ્વયાત્રાએ નિકળેલ તે હાલમાં પાછો વળે. પિતાજીને ઘણની મિત્રતા જોઈ એની મિત્રતા કરવા ના પાડી. એની મૂળશુદ્ધિ જણાવતાં એણે કહ્યું.
પિતાજી! આ ઘાણ સજજન નથી. ભવચક્રમાં ફરવા ગએલે ત્યાં મને મારા માસીબા મલ્યા. એમણે એ નગરના દાર્શનિક સ્થળો બતાવ્યા. સાત્વિક માનસપુર, વિવેકપર્વત, જેનનગર મેં જોયાં. એક પુરૂષને લઈ જતાં જોઈ મેં માસીને એની પૃચ્છા કરી. એ સંયમ સુભટ હતા. મોહરાજાના સૈનિકે એ એકાંતને લાભ લઈ મારેલો. એને એના જેતપુરમાં ચારિત્રધર્મરાજ પાસે લઈ ગયા. પિતાના વડા સૈનિકની આવી દશા જોઈ યુદ્ધ માટે મંત્રણાઓ થઈ. સમ્યગદર્શને લડી લેવા કહ્યું, સાથે જણાવ્યું કે મૂળ સ્વામી સંસારીજીવ આપણું પક્ષમાં ન આવે ત્યાં સુધી આપણે વિજય અસંભવિત છે. છેવટે સત્યડૂતને મહામહની સભામાં મોકલ્યો. સંધિકરારની વાતે કરવામાં મહામહના સૈનિકે છંછેડાઈ ગયા. સંસારીજીવ અમારો સ્વામી ક્યાંથી ? એઓ યુદ્ધ માટે તૈયાર થયા. સત્યે આવી ચારિત્રરાજને વાત કરી. તેઓએ યુદ્ધમાં ઝંપલાવ્યું પણ મહામહે કરુણ પરાભવ આપે.
કલહના મૂળ કારણની શોધમાં જાણવા મળ્યું કે વિષયાભિલાષ મંત્રીએ વિશ્વવિજય માટે પિતાના પાંચ વીર વિશ્વવિજયી સ્પર્શન