________________
અને વામદેવ ત્યાંથી નાઠે. એને રત્નથી કામ હતું. વિમળ શોધ કરાવતાં વામદેવ મળ્યો. એણે વાત પૂછતાં બનાવટી કહી સંભળાવી. વનદેવતાએ શળ એના શરીરમાં ઉભું કર્યું અને પિલ ખુલ્લી કરી દીધી.
એક દિવસે વામદેવને સાથે લઈ વિમળ યુગાદિદેવના મંદિરે ગયે. ભાવવાહી સ્તુતિ બોલતો હતો ત્યાં રત્નચૂડ વિગેરે આવી પહોંચ્યા. સ્તુતિ સાંભળવા અને મૌન રાખવા ઈશારો કર્યો. છેવટે સૌએ દર્શન-વંદન કરી ઉદ્યાનમાં બેઠક જમાવી રતનચૂડે વિલંબના કારણમાં પિતાને પ્રાપ્ત થએલ વિદ્યાદેવીઓ રાજ્ય અને રાજ્યાભિષેકની વાત કહી. સૂરિજી કઈ રીતે આવશે એ પણ મોઘમ જણાવી દીધું. સૌ છૂટા પડ્યા.
ધવલરાજને પુત્રના વિરાગીપણાની ચિંતા થતા રાગી બનાવવા પ્રયત્ન કર્યો. વિમળે એ વાત ઝડપી લઈ હિમJહની યોજના કરી દુઃખીઓને ત્યાં લાવવા આજ્ઞા કરી. રાજધર્મ સમજાવ્યો. પિતાજી પ્રસન્ન બન્યા.
ધવલરાજના સેવકે એક દુઃખીને લાવ્યા. એ સૌથી વધુ દુઃખી જણાતો હતો. રાજને જોવાનું મન થયું. સેવકોએ પડદા દૂર કરી દેખાડ્યો. સૌ એના ઉપર હત્યા અને બબડાટ કર્યો. દરિદ્રો ક્રોધે ભરાશે. ઉગ્ર અને તેજીલી ભાષામાં સૌને ઉધડો લીધે. રાજાએ શક્તિશાળી માની વિનવ્યા અને મૂળ સ્વરૂપે દર્શન કરાવવાની પ્રાર્થના કરતા દરિદ્રીમાંથી શ્રી બુધસૂરિજી બન્યા.
રાજાના આશ્ચર્ય પાર ન રહ્યો. પોતે વિકૃત સ્વરૂપ શાથી બનાવેલ એ જણાવી સંસારીજીવો શ્યામ, ભૂખ્યા તરસ્યા, રોગી વિગેરે કઈ રીતે છે એ જણાવ્યું. સંસારીજીવોને લગતી બઠરગુરુની કથા કહી.