________________
જેવો બનાવી નચા. અંત્યજ ભંગી વિગેરેના ચરણોમાં નમન કરાવ્યાં. એને ફજેતો કરવામાં આવ્યું. સૌના તમાચા અને પાદપ્રહાર ખાતા એ મરણ પામી પાપિઇનિવાસના સાતમા મહેલે ગયે. ઘણું ઘણું રખડ. અધમગતિએામાં ભમે. કર્મો હળવા થતાં ભવિતવ્યતાએ નવી ગુટિકા આપી. એટલે એ સંસારીજીવ તસ્કર વર્ધમાનપુર” ભણું રવાના થયો.
પંચમ પ્રસ્તાવ :
- વર્ધમાનપુરના ધવળરાજા હતા. કમળસુંદરી રાણી અને વિમળકુમાર પુત્ર હતો. એ નગરમાં સોમદેવ શેઠ હતા. એમને કનકસુંદરી પત્ની અને વામદેવ પુત્ર હતો. વામદેવને વિમળ, માયા, તેય એમ ત્રણ સાથે મિત્રતા થઈ.
એક વખતે વિમળ અને વામદેવ કીડાનંદન વનમાં ગયા. વનનિકુંજમાં એક યુગલ જોયું. એ ભાગ્યવંત હતું એમ વિમળે જણાવેલું. એમાંના નરને આકાશમાગે આવેલા બે પુરૂષો સાથે યુદ્ધ થયું. સુંદરી ભય પામીને ભાગી વિમળ પાસે આશ્રય માગતા સંરક્ષણ આપ્યું. જે નર સુંદરીને ઉપાડી જવા મથતો હતો તેને વનદેવતાએ થંભાવી દીધે. નાશવાની ઈચ્છા થતાં વનદેવતાએ છુટો કર્યો. યુગલનરે એને પણ ખૂબ માર્યો. વિષી નર સુંદરીને સંરક્ષણ આપવા બદલ વિમળને ઉપકાર માન્યો.
વિમળે એ નરને પરિચય આપવા જણાવ્યું. એણે કહ્યું છે આય! વૈતાઢય પર્વતના ગગનશેખર નગરના મણિપ્રભ રાજા છે.