________________ 35 પ્રીતિમતીની આગળ આવ્યો. કુરૂપધારીને પણ તેને મેઈને પૂર્વ જન્મના નેહના અનુભાવથી પ્રીતિમતીએ પ્રીતિને ધારણ કરી. અને તે પછી પ્રીતિમતીએ પૂર્વપક્ષ સ્થાપન કર્યો. ત્યારે તે ક્ષણે જ તેને જલદીથી નિરુત્તર કરીને અપરાજિતે તેને પરાજિત કરી. તેણે પણ હર્ષપૂર્વક કુમારના ગળામાં વરમાળા પહેરાવી. તે જોઈને ભૂચર અને ખેચરે કુપિત થયા. “આ કેણ કાર્યાટિક (જીર્ણ વસ્ત્રવાળે) અમારા હોવા છતાં આને પરણે એમ બોલતાં સવે પણ રાજાઓ ઘોડા અને હાથીઓ સાથે સસૈનિક યુદ્ધના આયુધોની સાથે સંગ્રામનો આરંભ કર્યો. કુમાર પણ ઉછલીને કેઈ એક હસ્તિના મહાવતને હણીને તે ગજ પર બેસીને હસ્તિને કવચરૂપ બનાવીને શસ્ત્રો વડે યુદ્ધ કરવા લાગ્યા અને ક્ષણમાત્રમાં રથિકને મારીને રથ પર બેસીને પ્રહાર કરવા લાગ્યો. ક્ષણમાં ભૂમિ પર, ક્ષણમાં પાછે હાથી ઉપર, તે સંગ્રામ કરે છે. એ પ્રમાણે એક કુમાર પણ અનેક રૂપવાળે થઈને વિજલીની જેમ છૂતીવાલે થઈને શત્રુ સૈન્યને ભાંગ્યું. ત્યારે તે રાજાઓ મનમાં એમ વિચારવા લાગ્યા. પ્રથમ સ્ત્રીએ શાસ્ત્ર વડે આપણને જીત્યા. હમણા આ એકાકી એ પણ શસ્ત્ર વડે જીત્યા. - આમ લજજા પામેલા પણ પાછા યુદ્ધ માટે ઊભા થયા. તૈયાર થયા. ત્યારે તે સમપ્રભ રાજાના હાથી પર ચઢયો તે સમયે તે રાજાએ લક્ષણ વડે અને તિલક વડે તે કુમારને ઓળખે. તેથી અત્યંત સનેહ વડે આલિંગન કર્યું છે અમેયબલી ! તું મારે જમાઈ છે. એમ ભાગ્ય વડે તને જાયે. Jun Gun Aaradhak Trust