________________ * R રાય 339 "પ્રભુએ પણ પિતાની ડાબી ભુજા ધરી. અને ત્યાં સર્વબળ નવડે કેશવ વૃક્ષને વાંદરો લટકે તેમ લટકયો. શ્રી નેમિનાથની ભૂજા રૂપી સ્તંભને કૃષ્ણ કિંચિત પણ ન નમાવી શક્યો. મહાપર્વતની દત્તભૂમિ જંગલના હાથી વડે શું વિદારી શકાય? તે પછી શ્રી નેમિની ભૂજારૂપી સ્તંભને છેડીને પોતાના ખેદને છુપાવતે ગોવર્ધન શ્રી નેમિને આલિંગન કરતાં આ પ્રમાણે બોલ્યો. ભાઈ! જેમ મારા બલથી રામ તૃણની જેમ જગતને માને છે તેમ હું તમારા બલથી વિશ્વને તૃણની જેમ સમજુ છું.” એમ કહીને શ્રી નેમિને રજા આપી. તે પછી રામને કહ્યું ભાઈ! તે ત્રિભુવનમાં શ્રેષ્ઠ ભાઈનું વય જોયું? વાસુદેવ પણ હું એના બાહની ઉપર પક્ષીની જેમ થયો. તેથી માનું છું. કે આબલ વડે આના જેવો ચકવતી કે ઈન્દ્ર પણ હોય કે ન હોય? આવા બલ વડે આ સમસ્ત ભરત ક્ષેત્રને શું ન સાધી શકે? આપણે આ ભાઈ શું આ પ્રમાણે જ રહેશે ? ' ત્યારે રામ બોલ્યો “જેમ આ બલ વડે ચકવતી કરતાં પણ અધિક જણાય છે તેમજ શાંતતાની મૂતિ વડે તે રાજ્ય નિસ્પૃહ અને નિર્લોભી જણાય છે. તે આ પ્રમાણે રામ વડે કહેવાયે છતે પણ શ્રી નેમિના બેલથી શંકાવાળા કૃષ્ણને જોઈને દેવતાઓએ કહ્ય'.” હે હે ! કેશવ ! દુઃખી ન થા. જિનભાષિત સાંભળ! પૂર્વમાં શ્રી નમિજિનેશ્વરે કહ્યું છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust