________________ 344 નેમિની સાથે રૈવતપર્વતના ઉદ્યાનના સરોવરમાં ગયો. તેની અંદર સ્નાન કીડા કરવા માટે નેમિકુમાર સહિત કેશવે અંત પુરસહિત માનસરોવરમાં હંસની જેમ પ્રવેશ કર્યો. * ત્યાં ગળા સુધી નિમગ્ન કૃષ્ણની સ્ત્રીના વદન વડે નવા ઉગેલા કમલના પુપની બ્રાંતિ તત્કાલ થઈ હરિએ સ્ત્રીની સામે પિતે અંજલી વડે જલ ફેકયું. ત્યારે તેણીએ પણ એક કે ગળે પાણીને તેમના ઉપર નાંખ્યો. અને કેટલીક જલથી ભય પામેલી આવીને વલગી પડવાથી જનાર્દન પુતલીયો સહિત સ્તંભની શોભાને ધારણ કરનાર થયો. અનેક વાર કલની જેમ ઉછલતી તેઓ હરિણીની જેમ જોતી વેગથી કૃષ્ણના હૃદયરૂપી કીનારાને ભેટે છે. - જલનાઘાતક વડે કૃષ્ણની કામિનીયોના નયનેએ પિતાના કરેલા ભૂષણ માટેના અંજનના જવા વડે ઉત્પન્ન થયેલા રૂષ્ટ થયેલાની જેમ અધિક રકતાને ધારણ કરી. કેટલીકે કૃષ્ણના બીજા જ નામના લેવા વડે લાવે છે તેને લીલાથી કમલ વડે તાડના કરી. ઘણા સમય સુધી બીજી સ્ત્રીને જોતા કૃષ્ણને જોઈને કેઈ કે આવીને આંખમાં કમલના પરાગથી મિશ્રિત જલ વડે ઘાત કર્યો. કૃષ્ણની ચારે બાજુ ફરીફરી મૃગચનાઓ ગોપભાવની લીલારૂપ રાસલીલા-ગરબાનું સ્મરણ કરાવતી ભમી. ત્યાં ભાઈના ઉપરોધથી આગ્રહથી ભેજાઈયોની સાથે હાસ્યસહિત વાક્યોથી વિંટાયેલા નિવિ. કારણે પ્રભુએ પણ કીડા કરી. છે. હે દેવર ! હમણાં કયાં જશો? એમ કહીને તેઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust