________________ 343 આ પ્રમાણે ઋતુને અનુકુળ ઉપચાર શ્રી નેમિ ઉપર કર્યો. તે જ પ્રમાણે શ્રી નેમિએ પણ તેઓ ઉપર નિર્વિકારપણે ઉપચાર કર્યો. આ પ્રમાણે વિચિત્રકીડા દ્વારા અહોરાત્ર કૃષ્ણઉદ્યાનમાં રહીને પછી દ્વારકામાં સપરિવાર આવ્યા. રાજા સમુદ્રવિજય અને બીજા દશાહે રામ-કેશવ સર્વે પણ યાદ શ્રી નેમિકુમારના પાણગ્રહણના ઉત્સવમાં ઉત્સાહ સહિત અને ઉત્કંઠાવાળા થઈને રહ્યા. અનુક્રમે વસંતઋતુને સમય શ્રી નેમિકુમારની સાથે હરિએ ક્રીડા કરતે વ્યતીત કર્યો. તે પછી ગ્રીષ્મઋતુ કામદેવની જેમ સૂર્યને પ્રૌઢ કરતી આવી. બાલસૂર્ય પણ ઉદય પામતે કેશવના પ્રતાપની જેમ અસહનીય થયે. રાત્રે પણ પ્રાણિના કર્મની જેમ ગરમી શાંત ન થઈ. તે છતુમાં વિલાસી યુવાનોએ શ્રત કેળની અંદર રહેલી છાલની જેવા કસ્તુરી અને કર્પરાદિ સુગંધી દ્રવ્યોથી ધૂપિત વસ્ત્રો પહેર્યા. હાથીના કાનની જેમ ચાલતા તાલવૃન્તને સ્ત્રિયોએ કામદેવરાજાની આજ્ઞાની જેમ હાથથી ક્ષણમાત્ર પણ દૂર ન મૂકયા. વિચિત્ર પુના રસથી દ્વિગુણી કરેલી સુગંધી ચંદનના જલ વડે યુવાનેએ - પિતાને ફરી-ફરી સીંચ્યા. કામિનિઓ વડે સત્વર હદયમાં ધારણ કરેલા પુષ્પોના આભૂષણો વડે મુક્તાહારથી પણ અધિક સૌભાગ્યને પ્રાપ્ત કર્યું. જલથી ભીંજાયેલા વસ્ત્રને ફરી-ફરી ગાઢ હૃદયમાં ભેટતી સ્ત્રીઓની જેમ યુવાનોએ ન મુકયું. આ પ્રમાણે ભીષણ ગમીવાળી ગ્રીષ્મઋતુમાં અંતપુર સહિત કૃષ્ણ શ્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust