________________ 385 - એક નાસિકાને પુટ છેદાયેલી નંદ કન્યા અને બીજી પણ ઘણી યાદવેની સ્ત્રીયોએ દીક્ષા લીધી. કૃષ્ણ કન્યાનું પાણિગ્રહણ ન કરાવવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરી. તે હેતુથી તેની સર્વ પુત્રીએ સ્વામીની પાસે દીક્ષા લીધી. તે પછી કનકાવતી. હિણી અને દેવકી વિના સર્વે પણ વસુદેવની પત્નિએ શ્રી નેમિનાથ પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. કનકવતીને ઘરમાં પણ ભવસ્થિતિને વિચાર કરતાં ત્યાં જ સકલઘાતિ કર્મ તુટોને કેવલજ્ઞાન પ્રકટ થયું. પ્રભુ વડે કહેવાયેલા દેવોએ આવીને તેને મહિમા ક્ય અને સ્વયં દીક્ષા લઈને સ્વામી પાસે આવી. શ્રી નેમિનાથને જોઈને તે પછી વનમાં જઈને ત્રીસ દિવસનું અનશન લઈને આયુષ્ય પૂર્ણ કરીને મેક્ષમાં ગઈ રામને પૌત્ર નિષધને પુત્ર સાગરચંદ્રકુમાર પૂર્વમાં પણ વિરક્ત બુદ્ધિવાળો અણુવ્રતધારી થયો. અને તે પ્રતિમાધર થયો તેણે બાહર જઈને મશાને કાર્યોત્સર્ગ કર્યો. અને ત્યાં નિરંતર તેના છિદ્રને જેનાર નભસેન વડે જેવા ત્યારે તેણે તેને કહ્યું. “રે પાખંડી ! આ શું કરે છે ? હમણાં કમલામેલાના હરણની માયાનું ફળ મેળવ. એમ કહીને દુષ્ટઆશયવાળા તે નભસેને તેના માથા ઉપર ઘડાને કાંઠે બનાવીને અર્થાત્ માટીની પાળ બનાવીને ચિતાના અંગારા વડે પૂરી, તે સારી બુદ્ધિવાળા સાગરચંદ્ર તેને સમ્યક્ પ્રકારે સહન કરતાં પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં મરીને દેવલોકમાં ગયાં. 25 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust