________________ 420 બોલ્યો. હવે તેને ઉઠતે ન જોઈને રામમોહથી માહિતી થઈને ઉપાડીને અંધ ઉપર આપીને પર્વત ગુફા-અને વનમાં ભમ્યો. ભાઈના નેહથી મોહિત બલદેવ કૃષ્ણના શરીરને વહન કરતે પુષ્પાદિથી રોજ પૂજા કરતે છ માસ વ્યતીત કર્યા. આ પ્રમાણે ત્યાં જ રામ પર્યટન કરતે છતે વર્ષાકાલ આવ્યો અને ત્યારે દેવભાવને પામેલા તે સિદ્ધાર્થ દેવે અવધિજ્ઞાન વડે જોયું. અને વિચાર્યું.” અહો ! ભાઈના પ્રેમવાળે મારે ભાઈ મરેલા કેશવને વહન કરે છે તેથી આને પ્રતિબોધ આપું. આણે મને પૂર્વમાં પ્રાર્થના કરેલી છે જે “આપદામાં પ્રતિબોધ " એમ. વિચારીને તે પર્વતથી ઉતરતા પાષાણના રથને વિક, વિષમ પર્વતથી ઉતરીને તે રથને સમસ્થળમાં ભાંગ્યો. તે પછી તે રથને સારથીરૂપી તે દેવે સાંધવાને ઉપક્રમ કર્યો. ત્યારે બલભદ્રે તેને કહ્યું : 2 મુગ્ધ ! રથને સાંધવાનો શું ઈચ્છા કરે છે જે ખરેખર વિષમ પર્વતથી ઉતરીને સમસ્થાને ટુકડા થયા છે ? દેવે પણ કહ્યું. “હજારે યુદ્ધમાં ન. મરેલે જે હમણું યુદ્ધ વિના પણ મરેલો જે જીવે તે મારે રથ પણ સજજ થાય.” A. હવે તે દેવ પાષાણમાં કમલ રોપવા લાગ્યો. ત્યારે રામે કહ્યું. રે રે! શું પાષાણમાં કમલનું વન ઉગે છે ? દેવે સામે જવાબ આપ્યો “જે આ તારો નાનો ભાઈ મરેલે જીવશે તે આ કમલે પણ ઉગશે.” ફરી થોડોક આગળ થઈને તે દેવ બળેલા વૃક્ષને સિંચવા લાગ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust