Book Title: Neminath Charitra
Author(s): Gunvijay Gani, Jayanandvijay
Publisher: Padmavati Prakashan Mandir

View full book text
Previous | Next

Page 441
________________ 462 તે સાંભળીને તે પાંચ પાંડવે ઘણુ શેકાતુર મહાવૈરાગ્યવન્ત શ્રી વિમલાચલ તીર્થ ઉપર ગયા. અને ત્યાં માસિક અનશન કરીને ઉત્પન્ન થયું છે કેવળજ્ઞાન જેમને એવા તેઓ મોક્ષમાં ગયા. તે દ્રૌપદી તે બ્રહ્મદેવલોકમાં ગઈ બાવીસમાં તીર્થકર ભગવંત શ્રી નેમિનાથ જે સર્વ રાજાએથી વંદિત છે. ઈન્દ્ર પણ જેમના ચરણેમાં નમે છે, જે કૃષ્ણબલભદ્ર અને તેમના શત્ર જરાસંધાદિના ગર્વને દૂર કરવામાં શક્તિ સંપન્ન છે. અને જે પૃથ્વી મંડળ પર મનુષ્યમાં પ્રસિદ્ધ મર્યાદાની રેખા સમાન અત્યન્ત કીર્તિ ભંડાર છે. - એવા શ્રી નેમિનાથ પ્રભુનું ચરિત્ર વિદ્વાનના આનંદ પ્રમોદના હેતુ ભુત છે. અને નવા-નવા વિસ્તારિત સુલલિત શ્રેષ્ઠ ગદ્યરચનાથી અનુબન્ધિત, જેમાં કૃષ્ણ બલભદ્ર તથા જરાસંધાદિની કથા છે. જે પૃથ્વીમાં શ્રેષ્ઠ વલ્લભ સ્વામી થયા છે તેમની કથા દ્વારા ગુંફિત આ ચરિત્ર કાને દ્વારા સાંભળવામાં ભવ્યાત્માઓ માટે મંજલ અને કલ્યાણકારી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 439 440 441