________________ 43 સ્થાપ્યા. દેવોએ નૈઋત્ય દિશામાં નાના વિધ રત્નશિલાથી યુક્ત શિલાના તલ ઉપર ગશીર્ષ ચંદન જેવા ઈ-ધન વડે ચિતા રચી. ત્યાં સૌધર્મેન્દ્ર સ્વામીની શિબિકા ઉપાડીને લાવ્યા. અને ચિંતામાં પ્રભુના શરીરને મુકયુ. - હવે શકના આદેશથી અગ્નિકુમારોએ ચિતામાં અગ્નિ મુકી. અને વાયુ કુમારોએ શીધ્ર જલાવી. તે પછી રસી સમુદ્રના જલ વડે મેઘકુમારે એ કાલાગ્નિને બુઝાવી, પ્રભુની દાઢાઓ શકે, ઈશાન ઈદ્રોએ ગ્રહણ કરી. બીજા દેએ શેષ અસ્થિઓ, તેમની દેવીઓએ કુસુમેન, રાજાઓએ વસ્ત્રોને અને લેકે શ્રી નેમિનાથની ભમને ગ્રહણ કરી. ત્યાં સ્વામીના શરીરના સંસ્કાર વૈડૂર્યશિલાના તળા ઉપર શકે સ્વામીના લક્ષણોને અને નામને વજી વડે લખ્યું. ત્યાં શિલા ઉપર શકે શ્રી નેમિનાથજીની પ્રતિમા સહિત વજ પતાકાથી વિભૂષિત મહામનહર રત્નમય અતિઉંચુ ચૈત્ય બનાવ્યું. આ પ્રમાણે કરોને સૌધર્મેદ્રાદિ દેવ પિત–પોતાના સ્થાનમાં ગયા. * આ બાજુ પાંડવ મુનિ ભગવતે ત્યારે હસ્તિક-પપુરે હતાં. આ સ્થાનથી તે ગિરનાર પર્વત બાર યોજન છે. તે પછી પ્રાતઃકાલમાં શ્રી નેમિનાથને વંદન કરીને આપણે માસક્ષમણ તપનું પારણું કરશું. એમ પરસ્પર પ્રીતીપૂર્વક બેલતાં તેઓએ તે હસ્તિક૫પુરમાં કસુખથી આ પ્રમાણે સાંભળ્યું. શ્રી નેમિનાથ સ્વામી તે તે સાધુઓ વડે પરિવરેલા મેક્ષમાં ગયાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun. Gun Aaradhak Trust