________________ અને આ બાજુ મધ્યદેશ આદિસ્થાનમાં શ્રી નેમિનાથ ઉત્તરમાં રાજગૃહાદિ નગરમાં વિચર્યા. તે પછી હીમતિ પર્વતે જઈને અનેક પ્લેચ્છ દેશોમાં વિચરતાં પરમેશ્વરે અનેક રાજા–પ્રધાન આદિ અનેકેને પ્રતિબોધ્યા. સ્વામી આર્ય - અનાર્ય દેશોમાં વિચરતાં ફરી પણ હીમતિ પર્વત પર આવ્યા. તે પછી જગતના મેહનું હરણ કરનાર શ્રી નેમિનાથ કિરાત દેશમાં વિચર્યા. હમત પર્વતથી ઉતરીને સ્વામી દક્ષિણાપથમાં ભવ્યાત્મારૂપી કમલના વન ખંડમાં સૂર્યની જેમ પ્રતિબોધતા વિહાર કર્યો. અને આ પ્રમાણે કેવલજ્ઞાનની ઉત્પત્તિથી આરંભીને શ્રી નેમિનાથને વિહાર કરતા અઢાર હજાર સાધુઓ થયાં. સુબુદ્ધિ આદિ ચાલીસ હજાર સાધ્વી થઈ ચૌદપૂર્વ ધર ચારશે, અવધિજ્ઞાની પન્નરશો, વૈક્રિયલબ્ધિવાળા અને કેવલજ્ઞાની પનર–પનરશે, મન પર્યાવજ્ઞાની એક હજાર, આઠસો વાદિઓની સંખ્યા, શ્રાવકેની એક લાખ એગણસીતેર હજારની સંખ્યા અને શ્રાવિકાઓની ત્રણ લાખ ઓગણચાલીશ હજાર સંખ્યા છે. ( આ પ્રમાણે ચતુર્વિધ સંઘથી પરિવરાયેલા દેવ-દાનવ અને નરેન્દ્રોની સાથે પ્રભુ પિતાને નિર્વાણ સમય જાણીને ગિરનાર પર્વત પર ગયા. - ત્યાં દેવેન્દ્રો દ્વારા રચાયેલા સમવસરણમાં સ્વામીએ વિશ્વની અનુકંપા વડે અંતિમ દેશના આપી. તે દેશના વડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust