Book Title: Neminath Charitra
Author(s): Gunvijay Gani, Jayanandvijay
Publisher: Padmavati Prakashan Mandir

View full book text
Previous | Next

Page 427
________________ 41 રક્ષા કરવામાં કોણ સમર્થ થાય? એમ ક્ષણભર રૌદ્રધ્યાનને પ્રાપ્ત કરી હજાર વર્ષનું પરિપૂર્ણ આયુષ્ય પૂર્ણ કરીને કૃષ્ણરાજા મરીને નિકાચિત કમ વડે પૂર્વમાં ઉપાર્જિત ત્રીજી પૃથ્વીનું રાજ્ય કરવા માટે ગયા. - કુમારાવસ્થામાં સોળ વર્ષ, છપ્પન વર્ષ –માંડળિક પદ ઉપર, આઠ વર્ષ દિગવિજયમાં, નવસેવીસ વર્ષ વાસુદેવ પદ ભેગવવામાં એમ કેશવનું એક હજાર વર્ષનું આયુષ્ય પ્રમાણ જાણવું. - ' જે અહીં ભવિષ્યમાં અનાગત તીર્થકરોની પંક્તિમાં શ્રી અમમ નામના બારમા તીર્થંકર કૃષ્ણ થશે તેમને નિત્યદેવતાઓના ઈન્દ્રવડે પણ નમસ્કાર કરાય છે તે વૈકુંઠ (મોક્ષ)માં જનાર જીવને મારે પણ નમસ્કાર થાઓ. ત્રદ પરિવેદી ' . હવે બલભદ્ર કમલપત્રના પુડામાં પાછું લાવીને અપશુકને વડે ખલના પામતે જલદી કેશવની સમીપમાં આવ્યો. ત્યારે આ સુખ પૂર્વક સુતે છે એવી બુદ્ધિથી તે ક્ષણભર ઉભે રહ્યો. પરંતુ કેશવના શરીર ઉપર માખીઓ જોઈને તેના મુખ ઉપરથી વસ્ત્રને દૂર કર્યું અને પગ પર પ્રહાર જોયો. તે પછી બલભદ્ર ભાઈને મરેલે જાણીને મૂલથી છેદેલા વૃક્ષની જેમ તત્કાલ મૂચ્છ વડે પૃથ્વી ઉપર પડયો. *. થોડી ક્ષણોમાં ચેતના પામે છતે તેણે સિંહનાદ કર્યો અને તેથી સર્વે પણ જાનવર ત્રાસ પામ્યા અને વન કમ્યું તે પછી તે રામ આ પ્રમાણે બોલ્યો. “અહીં સુખપૂર્વક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441