________________ ત્યારે રામ બોલ્યો. શું બળેલું વૃક્ષ સિંચેલું વાંઝણી ની જેમ ઉગશે ? દેવે પણ કહ્યું. “જે તારા સ્કંધ પર રહેલું શબ જીવશે તે આપણ ઉગશે.” ફરી પણ દેવે યંત્ર વિમુવીને રેતી પીલવા લાગ્યો. રામે કહ્યું. શું આમાંથી તૈલ નિકળશે ? તેણે કહ્યું. “જે તારે મરેલે ભાઈ જીવશે તે આમાંથી પણ તૈલની ઉપલબ્ધિ વડે મારી ઈચ્છા પૂર્ણ થશે ?" તે ફરી તે દેવ આગળ ગેપના રૂપમાં થઈને ગાયના શબોના મુખમાં જીવતી ગાયના મુખમાંની જેમ નવા ઘાસને ખવડાવવાનો પ્રયત્ન કર્યો, તે જોઈને બલભદ્ર બોલ્યો રે મૂઢ માનવ ! હાડકા જેવી આ ગાયો જ્યારે પણ શું ભક્ષણ કરશે? - ત્યારે દેવ બાલ્યો “જે તારો ભાઈ સજીવ થશે તે આ ગાયો પણ ઘાસ ચરશે?” ત્યારે રામે મનમાં આ પ્રમાણે વિચાર્યું શું સત્ય છે કે મારા ભાઈ મર્યો છે જે આ પ્રમાણે એક જ વાકય આ સર્વે પૃથક–પૃથફ બેલે છે. તે દેવે પણ તે ચિંતવેલું જાણીને તત્કાલ તેની સામે સિદ્ધાર્થરૂપવાળો થઈને “આ હું તારે સિદ્ધાર્થ સારથી છું.” ત્યારે મેં દીક્ષા લીધી આયુષ્ય પૂર્ણ કરીને દેવપણું પામ્યો, તમને પ્રતિબોધવા માટે અહીં આવ્યો “કારણ કે તમારા વડે પૂર્વમાં પ્રાર્થના કરાયેલ છું.” શ્રી નેમિનાથે ખરેખર કૃષ્ણનું મરણ જરાકુમારના હાથે કહેલું તે તેમજ થયું છે. સર્વાભાષિત શું અન્યથા થાય? un Aaradnak Trust