Book Title: Neminath Charitra
Author(s): Gunvijay Gani, Jayanandvijay
Publisher: Padmavati Prakashan Mandir

View full book text
Previous | Next

Page 433
________________ 424 કર્યું. અને તે માંસ ખાવાથી નિવૃત્ત રામમહામુનિના તિર્યંચ રૂપધારી શિષ્યોની જેમ પાસે રહેનારા થયા. ' હવે એક રામના પૂર્વભવના સંબંધવાળે જાતિસ્મરણ પામેલો અતિસંવેગ પામેલો કોઈ એક મૃગ સદેવ સાથે રહેનારે થયે. રામષિની ઉપાસના કરતા-કરતે તે હરણ વનમાં ભમે. અને અનસહિત કાષ્ઠ તૃણાદિ લેવા આવનારા એની ગવેષણ કરે. અને જ્યારે તેમને જુએ ત્યારે જ આવીને ધ્યાનસ્થ રામશિને મસ્તક વડે પગે નમસ્કાર કરીને ભિક્ષાદાયકને જણાવે. રામત્રાષિ તેના ઉપરોધ વડે ધ્યાનથી ક્ષણભર મુક્ત થઈને આગળ ચાલનાર તે મૃગની સાથે ત્યાં ભિક્ષા માટે નિકળે. એકદા તે વનખંડમાં સુંદર કાષ્ટ માટે રથ કારક આવ્યા. ઘણું સારા અને સરલ ઘણાં વૃક્ષોને છેદ્યા. તે હરણ ભમતાં તેમને જોઈને તત્કાલ રામત્રાષિને જણાવ્યું. તે મહામુનિ પણ તેના ઉપરધથી ધ્યાન પાયું. તે પછી તે રથકારકો ભેજન માટે બેઠે છતે આગળ ચાલનારા તે હરણની સાથે માસક્ષમણના પારણે ત્યાં રામષિ આવ્યા. હવે રથકારકેમાં મોટા પુરૂષે રામને જોઈ પ્રીતિપૂર્વક આમ ચિંતવ્યું. “અહો ! અહીં મહાઅરણ્યમાં પણ કોઈપણ જંગમ ક૯૫૬મની જેમ આ સાધુ મને પ્રાપ્ત થયા. અહો આમનું રૂપ ! અહે સૂર્ય જેવું તેજ ! અહો કેઈપણ મહાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441