________________ 389 વાનરા તે મુનિને જોઈને કિલ–કિલાવ કરશે. તે કોલાહલથી રષ્ટ થયેલે તે યૂથપતિ આગળ રહેશે. અને તે સાધુને જોઈને “મેં કયાય પણ આવા માણસને પૂર્વમાં જ છે.” એમ વિચારશે. આ પ્રમાણે ઉહાપોહ કરતા તે પિતાને પૂર્વભવ અને તે પોતાનું વૈદ્યક યાદ કરશે. તે પછી તે પર્વતમાંથી વિશલ્યા અને રોહિણી ઔષધિ લાવશે. તે પછી વિશલ્યાને દાંતે વડે પિસીને સાધુના પગમાં લગાડશે. અને તત્કાલ તે શલ્યરહિત પગને વણરૂધનાર રોહિણી ઔષધી વડે ઘાવને ધશે. (ઘાવ રૂઝાઈ જશે.) તે પછી કપિ " દ્વારકામાં હું પૂર્વભવમાં વૈતરણિ વૈદ્ય હતો એવા અક્ષરે તે સાધુની આગળ લખશે. તેના ચરિત્રને જાણીને શ્રુતપૂવી તે મુનિ તેને ધર્મ કહેશે. તે પછી તે વાંદરો ત્રણ દિવસનું અણુસણ કરીને સહસ્ત્રાર દેવલેકમાં જશે. અને અવધિજ્ઞાન વડે તે અનશનમાં રહેલા પિતાના શબના સમીપમાં રહીને નમસ્કાર મહામંત્ર સંભળાવતાં તે મુનિને જેશે. અને ત્યારે જ તે આવીને ભક્તી વડે તે મુનિને નમીને આ પ્રમાણે બોલશે.. હે પોપકાર રસિક મુનિન્દ્ર! આ મને મહાદેવદ્ધિ તમારા પ્રસાદ વડે થઈ એમ કહીને તે દેવ તે મુનિને લઈને પિતાના સાધુઓ સાથે મેળવશે. ત્યાં તે સાધુ તેઓને વાંદરાની કથા કહેશે. આ પ્રમાણે શ્રી નેમિના મુખથી -સાંભળીને કેશવ ધર્મની વિશેષ શ્રદ્ધા કરતે સ્વામીને નમીને P.P.AC. Gunratnasuri M. S. Jun Gun Aaradhak Trust