________________ 367 લબ્ધિવડે આહાર ન કરતાં તેને કેટલેક કાળ વ્યતીત થયો. એક સમયે સમવસરણમાં બેઠેલા વાસુદેવે શ્રી નેમિનાથજીને પૂછયું. “પ્રભુ ! આ મુનિયોમાં કેણ ખરેખર દુષ્કર કાર્ય કરનાર છે? સ્વામીએ પણ કહ્યું.” આ સર્વે પણ દુષ્કર આરાધના કરનાર છે, પરંતુ ઢઢણ તે ઉત્કૃષ્ટ છે જે ખરેખર અલાભ પરીષહને સહન કરતાં આટલે કાળ વ્યતીત કયે. - તે પછી પ્રભુને વંદના કરીને હર્ષિત કૃષ્ણ દ્વારકા પૂરીમાં પ્રવેશતાં નેચરી અર્થે જતાં ઢંઢણ ઋષિને જોયા. તે જ સમયે હાથી ઉપરથી ઉતરીને તેમને કેશવે ઘણી જ ભક્તિ વડે વાંદ્યા. ત્યારે એક શેઠે જોઈને વિચાર્યું “આ કેઈપણ ધન્ય પુરૂષ છે જે ખરેખર કૃષ્ણ વડે વંદાઓ. * તે પછી ઢંઢણ પણ ગોચરી અર્થે ફરતા તે જ શ્રેષ્ઠિના ઘરે આવ્યા. ત્યારે બહુમાન વડે તેણે તેમને ઉત્કૃષ્ટ ભક્તિ વડે મોદક વહરાવ્યા. ઢઢણે પણ આવીને અને પ્રભુને નમસ્કાર કરીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. સ્વામી ! શું મારું અંતરાય કર્મ ક્ષીણ થયું. જે સ્વલબ્ધિથી આહાર મળે. સ્વામીએ કહ્યું. “તારું અંતરાય કમક્ષીણું નથી થયું. લબ્ધિ તે કૃષ્ણની છે. કૃષ્ણ તને વાંઘો છે, તેથી તે ભદ્રક ભાવવાળા શ્રેષ્ઠિએ તને પ્રતિલા. - તે સાંભળીને રાગાદિ રહિત “આ તે બીજાની લબ્ધિ” એમ વિચારીને ભિક્ષાને સ્થડિલ ભૂમિ ઉપર પરવા માટે ગયો. અને ત્યારે. અહા ! જીવોના પૂર્વાજિંત કર્મ દુખે ક્ષય થાય એવા છે, એમ સ્થિરતા પૂર્વક વિચાર કરતા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust