________________ 400 જલદીથી બંધ કર્યા. રામ ચરણના પ્રહારવડે તે કમાડને ફૂટેલી ઠીકરીની જેમ ભાંગ્યા. તે પણ ભૂમિમાં ગ્રસિત થયેલાની જેમ તે રથ ન નિકળ્યો. . હવે તે દ્વૈપાયન દેવે રામ-કેશવના પ્રતિ કહ્યું. હે! હે! આ તમારા બનેને મોહ કેવો? અહો પૂર્વમાં પણ તમને મારા વડે કહેલું છે કે જે તમે બેના સિવાય કેઈને પણ નહીં છોડું, કારણ કે મારા વડે તપ વેચાયું છે ? તે પછી તે પિતાએ તે બન્નેને કહ્યું : હે વત્સ! તમે જાઓ, તમે બે જીવતાં છતાં ખરેખર સ યાદ આવતાં જ છે. અમારા માટે તમે તમારી શક્તિને પ્રકટ કરી. પરંતુ ફરી આ દુર્લઘનીય ભવિતવ્યતા બળવાન છે, ભાગ્યરહિત અમારા વડે શ્રી નેમિનાથ પાસે દીક્ષા ન લેવાઈ હમણું તે અમારા કર્મના ફળ અમે ભોગવશું. એમ કહે છતે પણ બલભદ્ર–કેશવ નથી જતાં, ત્યારે વસુદેવ-દેવકી હિણીએ આ પ્રમાણે કહ્યું. - હવે પછી અમારે ત્રણ જગતના ગુરુ શ્રી નેમિનાથનું શરણ છે. અમે હમણું ચારે આહારને ત્યાગ કરીએ છીએ. અરિહંત-સિદ્ધ-સાધુ અને કેવલિભાષિત ધર્મ આ ચારનું શરણ લેવાની ઈચ્છાવાળા અમે તેમના શરણને પ્રાપ્ત કર્યું. અમે કોઈને નથી. અને અમારું પણ કોઈ નથી. એ પ્રમાણે સ્વયં કરેલી આરાધનાવાળા નવકાર મંત્ર ગણવામાં તત્પર થઈને રહ્યા. હવે તેના ઉપર પણ દ્વૈપાયન Jun Gun Aaradhak Trust