________________ 413 બલદેવે પણ ભોજન અને પાણી મુકીને અને ગજસ્તંભનું ઉમૂલન કરીને, સિંહનાદ કર્યો છે જેણે એવા બલભદ્ર તે સર્વ શત્રસેનાને મારવા લાગ્યો. સિંહનાદ સાંભળીને કેશવ પણ દોડયો. પગના પ્રહાર વડે પ્રતોલીના દરવાજા ભાંગીને સમુદ્રમાં વડવાનલની જેમ તે નગરમાં પ્રવેશ કર્યો. તે અગલા ને જ ગ્રહણ કરીને હરિએ ઘણી પર સેનાને મારી. તે પછી વશમાં આવેલા તે અચ્છદતને આ પ્રમાણે કહ્યું. “હમણાં પણ અમારું ભુજા બલ કયાંય ગયું નથી, પુરૂષના શરીર ઉપરના મલના જેવી લક્ષ્મી ગઈ તે પણ શું થયું ? તેથી રે રે નરાધમ ! તે આ શું કર્યું? હવે અમારી કૃપાથી તારું રાજ્ય વિનીત થઈને ચિરકાળ સુધી ભોગવ. અપરાધસહિત પણ તું અમારા વડે મુકાયેલો છે. એમ કહીને તે ચરણમાં પડેલાને છોડીને નગરથી બાહર ઉદ્યાનમાં જઈને તે બંનેએ ભજન કર્યું. તે પછી દક્ષિણ દિશા પ્રતિ જતાં કૌશામ્બવનમાં આવ્યા. અને ત્યાં મદ્યપાનથી, નમકસહિત ભજનથી, ઉષ્ણકાળથી, થાક લાગવાથી અથવા શોકથી વધારે શુ? અને પુણ્યક્ષયથી કેશવને તીવ્રવૃષા લાગી. હવે બલભદ્રને હરિએ કહ્યું : “ભાઈ! તૃષાવડે ગલું સુકાય છે, તેથી વૃક્ષની છાયાથી વ્યાપ્ત પણ અહિંવનમાં જવા માટે હું સમર્થ નથી. બલભદ્ર બોલ્યા, ભાઈ! પાણી માટે જઈશ પરંતુ આ વૃક્ષની નીચે વિશ્રામ કરતે અપ્રમત્તપણે રહેજે. ત્યારે જ ઘા ઉપર પગ ચઢાવીને અને પિતાના પીળા વસ્ત્ર વડે શરીરને Jun Gun Aaradhak Trust