________________ 405 દ્વારકાને બાળવાનું નિયાણ કરાયું છે. હવે અહીં તમારા બેના વિના કેઈની મુક્તિ નથી. - હવે રામે કેશવને નિષેધ કરતાં કહ્યું, “ભાઈ વ્યર્થ જ આ પરિવ્રાજકને અનુનય ન કર, આ અધર્મોના મુકુટને મણિ છે. વકથયેલા પગ-હાથ અને નાસિકા, મોટા હેઠ, દાંત અને નાક, વિલક્ષણ આંખવાળા અને હીન અંગોપાંગવાળા, પુરુષે કયારેય પણ શાંતિ પામતાં નથી. તેથી હે ભાઈ! આને સુકુમાળવચને કહે છતે પણ ભવિષ્યમાં થનાર વસ્તુને ના નહી થાય. સર્વજ્ઞ ભાષિત ખરેખર અન્યથા કયારેય પણ ન થાય. તે પછી શેકથી સંતાપ પામતે કેશવ પિતાના ઘરે આવ્યો. અને દ્વૈપાયનનું નિયાણું દ્વારકામાં પ્રકટ થયું. બીજા દિવસે નગરમાં પટલ વગડાવ્યો. પટમાં આ પ્રમાણે જણાવ્યું. મેં જો લોકો! હવે પછીથી તમો વિશેષથી ધર્મ ક્રિયામાં તત્પર થાઓ. તે પછી સર્વે પણ લોક તે પ્રમાણે કરવાનો પ્રારંભ કર્યો. હવે ભગવંત પણ રૈવતગિરિ સમવસર્યા. ત્યાં જઈને અને વંદન કરીને કણે જગતના મહામહની નિદ્રારૂપી અંધકારને નાશ કરનારી સૂર્યની પ્રભા જેવી દેશના સાંભળી. તે ધર્મદેશના સાંભળીને પ્રદ્યુમ્ન–શાંબ-નિષધ-ઉત્સુક–સારણું આદિ કેટલાય યાદવ કુમારોએ દીક્ષા લીધી. સત્યભામા-રુકિમણી “જાંબવતી આદિ યાદવસ્ત્રીઓએ ભવથી ઉદ્વિગ્ન થઈને સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust