________________ 406 - હવે કૃષ્ણ પૂછવાથી ભગવતે કહ્યું. “પાયન બારમે વર્ષે આ દ્વારકાને બાળશે. ત્યારે કેશવે વિચાર્યું.” તે સમુદ્ર વિજ્યાદિ ધન્ય છે જેઓ પૂર્વમાં જ વ્રતધારી થયા. રાજ્યલુબ્ધ અને દીક્ષારહિત મને ધિક્કાર છે. તેવા આશયને જાણીને પ્રભુ બેલ્યાઃ “હે કેશવ! કયારેય પણ વાસુદેએ પ્રવજયા ગ્રહણ કરી નથી કરતાં નથી. અને ગ્રહણ કરશે નહી. કારણ કે તેઓ નિયાણવડે કરેલી વજીની અર્ગલાવાળા નિશ્ચયથી નીચે જ જાય છે. તમે પણ ત્રીજીનરક પૃવી વાલુકાપ્રભા નામની ત્યાં જશે. તે સાંભળીને કેશવ તત્કાલ અત્યંતવિહુવલ થયો. ફરી પણ ભગવંતે કહ્યું હે હરિખેદ ન કર, કારણ કે ત્યાંથી મરીને વૈમાનિક દેવ થશે, અને તે પછી ઉત્સર્પિણી કાળ આવે છતે પૈતાઢય પર્વતની પાસે પુઢા નામના જનપદમાં ગંગાદ્વાર નગરમાં જિતશત્રુ રાજાને પુત્ર બારમે જિનેશ્વર શ્રી અમમ નામના તમે થશે. બલદેવ તે બ્રહ્મદેવ લેકે જશે. ત્યાંથી ચ્યવીને મનુષ્ય થશે. તે પછી દેવગતિમાં જશે. તે પછી ચવે છતે તે અહીં ભરતક્ષેત્રમાં પુરુષ થશે. કે કેશવ! તારા અમમ નામના તીર્થકરના તીર્થમાં તે મેક્ષમાં જશે. એમ કહીને જગતના નાથ શ્રીનેમિજિન વિહાર કરતાં અન્ય સ્થાનકે ગયાં. કેશવ પણ તીર્થંકરપદ પ્રાપ્તિને સાંભળવાવડે હર્ષ પામીને શ્રી નેમિનાથને વંદન કરીને દ્વારકામાં ગયા. હરિએ ફરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust