________________ 389 જાણતી તે જ ગુફામાં પ્રવેશી. પૂર્વમાં પ્રવેશ કરેલા રથનેમિને અંધકારના કારણથી ન જેતી તે ઉપર રહેલા વસ્ત્રોને જલરહિત કરવા માટે મુક્યા. નેમિ વસ્ત્રરહિત તેને જોઈને કામથી પીડિત થઈને બેલ્યો “હે સુન્દરી ! મારા વડે તું પૂર્વમાં પણ પ્રાર્થને કરાયેલી હતી. હમણાં કીડા કરવાનો અવસર છે. તેના સ્વરથી રથનેમિને જાણીને શીધ્ર છુપાવેલા અંગોપાંગવાળી તેણીએ કહ્યું. આવા કુળમાં જન્મેલાઓને ક્યારેય આવું કાર્ય શોભતું નથી. તમે પ્રભુ સર્વજ્ઞના નાના ભાઈ અને શિષ્ય છે. તેથી તમારી આ બન્ને કવિરુદ્ધ કાર્યની કેવી બુદ્ધિ? હું તે સર્વજ્ઞની શિષ્યા થઈને તારી ઈચ્છાને પૂર્ણ નહીં કરું, આ ઈચ્છા વડે પણ તું ખરેખર ભવસમુદ્રમાં પડશે. શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે “રમૈત્ય દ્રવ્યને વિનાશ, સાધ્વીનું શીલભંગ, ત્રાષિને ઘાત અને જિનશાસનની અપભ્રજના, આવા અકાર્ય કરનારે સમ્યકત્વરૂપી વૃક્ષના મૂળમાં અગ્નિ આપી છે. ઉત્તમ પુરૂ જલતી અગ્નિમાં પ્રવેશ કરે છે પરંતુ અગંધન કુળમાં જન્મેલા નાગ વમેલા વિષને ખરેખર ખાવાની ઈચ્છા કરતાં નથી. જે અપયશના ઈચ્છુક ! તને ધિક્કાર છે. જે તે જીવવાના કારણે વમેલાને પીવા ઈચ્છે છે. તે કારણથી તે ખરેખર તારું મરણ જ કલ્યાણકારી છે. હું ઉગ્રસેન રાજાની પુત્રી અને તમે સમુદ્રવિજય Ac. Gunratnasuri M.S.