________________ ઘણા સાધુઓને માન્ય થયે, અને આ પ્રમાણે તેને રહેતાં અંતરાયકર્મ ઉદયમાં આવ્યું. : : - જ્યાં-જ્યાં તે જાય ત્યાં-ત્યાં ભક્ત પાનાદિ કાંઈ પણ ન પામે, અને તેની સાથે જે મુનિઓ જાય તેઓને પણ તેમજ આહારાદિ પ્રાપ્ત થતો નથી. તે પછી તે સાધુઓએ શ્રી નેમિનામને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. હે સ્વામી ! ત્રણ લોકના નાથ આપના શિષ્ય અને કૃષ્ણના પુત્ર ઢંઢણ મહર્ષિને શ્રેષ્ઠિયોના ઘરેથી ધાર્મિક ઉદાર લેકવાળી આ નગરીમાં ભિક્ષા પણ મળતી નથી. ત્યાં કારણ શું ? ત્યારે સ્વામીએ કહ્યું “પૂર્વમાં મગધદેશમાં ધાન્યપૂરક નામના ગામમાં રાજાને અધિકારી પરાશર નામને બ્રાહ્મણ હતો તે ગામમાં રાજ્યના ક્ષેત્રોને ખેડાવતે હતે. હવે એકદા ભેજન આવી ગયા પછી પણ તે ખેડુતોને તે બ્રાહ્મણે ભેજન માટે ન છોડયા. સુધા અને તૃષાથી પીડિત અને થાકેલા વૃષભ અને હાલિકે વડે તે બ્રાહ્મણે બલાત્કારથી તે ખેતરમાં એક એક વારાથી પાછું અલગ-અલગ ખેડાવ્યું. તે કારણથી તેણે અંતરાય કર્મ ઉપાર્જન કરીને અને મરીને કેટલાય ભવભમીને આ ઢંઢણ થયો. અને હમણું તે કમ આને ઉદયમાં આવ્યું છે. એમ સાંભળીને થયો છે સંવેગ જેને એવા ઢંઢણે પ્રભુની પાસે “બીજાની લબ્ધીથી હું ભેજન નહીં કરૂં” એમ અભિગ્રહ ગ્રહણ કર્યો. તે તે અલાભ, પરીષહને સહન કરતો અને બીજાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust