________________ 984 જે. તેને ઘણું જ દુઃખ થયું. મને પણ તે સ્ત્રિયો આયુક્ષય વડે મારીને કેટલાય નરકનિગદ-તિર્યંચના ભાવે ભમીને પછી અકામનિર્જરા વડે કેટલાંક ક્ષીણુકર્મવાળા થઈને મનુષ્યપણામાં આવ્યા. તે પછી પુણ્ય કરવા વડે બને પણ દેવ થયા. તે સ્થાનથી ચવીને તે બને સેમશર્મા ગજસુકુમાલ થયા, અને બાલકને જીવ સમા થઈ. પણ પૂર્વ જન્મના વૈરથી આ દુષ્ટ મારી પુત્રીને પરણી અને વિડંબીત કરી, એ બહાને જેવા માત્રથી ઉત્પન્ન થયેલ ક્રોધ વડે સોમશર્માએ તારા ભાઈને માર્યો. . પૂર્વભવમાં ઉપજિત કરેલું કર્મ અન્યથા થતું નથી, હવે આ પ્રમાણે પ્રભુના મુખથી પિતાના ભાઈના પૂર્વભવના સંબંધને સાંભળીને ભવસ્વરૂપને જાણવા છતાં પણ કેશવે મહામોહથી મોહિત થઈને ઘણે જ વિલાપ કરી ભાઈના સંસ્કારાદિકાર્ય પોતે કર્યા. - તે પછી પોતાની નગરીમાં પ્રવેશ કર્યો. અને સોમશર્માને તે પ્રમાણે મરેલો જોયો. તેને રસ્સીવડે પગ બાંધીને પુરૂષ વડે ચૌરાશી ચૌટાઓમાં ભમાવ્યું અને નગરીની બાહર ગૃધ્રાદિપક્ષિઓને નવી જાતની બલિ ફેકી, - ગજસુકુમાલના શેકથી ઘણું યાદ અને વસુદેવ વિના નવ દશાહે શ્રી નેમિનાથજીની પાસે દીક્ષિત થયા. સ્વામીના માતાજી શિવાદેવી સાત ભાઈ અને બીજા પણ કૃષ્ણના પુએ સ્વામી પાસે દીક્ષા લીધી. રામતીએ પણ વૈરાગ્ય વડે સ્વામી સમીપે દીક્ષા લીધી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust