________________ 354, - તે પછી તેઓ પ્રભુને પોતપોતાની ભાષામાં રક્ષા કરક્ષા કરે એમ બેલતા અને તેઓને સવેને પણ સ્વામીએ સારથિને આજ્ઞા આપીને છોડાવ્યા. તે પછી તે જો પિતપોતાના સ્થાનમાં ગયા પછી -પ્રભુએ પિતાના ઘર પ્રતિ રથને પાછું ફેરવ્યો. ત્યારે સમુદ્રવિજય રાજા, રામ-કેશવ, શિવાદેવી, હિણી, દેવકી આદિ બીજા પણ સ્વજનવર્ગ પોતપોતાના વાહન છોડીને પ્રભુની આગળ થયા. શિવાદેવી–સમુદ્રવિજયે અશ્રવાળી આંખો સહિત કહ્યું. “પુત્ર ! કયા કારણથી અકસ્માત ઉત્સવથી તું પાછો ફરે છે ? ત્યારે નેમિકુમારે કહ્યું. આ પ્રાણિયો જેમ બન્ધન વડે બંધાયા, તેમ અમે પણ કર્મ બન્ધન વડે જકડાયેલા નિયંત્રિત કરાયેલા રહ્યા છીએ, હવે જેમ આમને બંધનથી મોક્ષ કર્યો. તેની જેમ પોતાના આત્માને પણ કમબંધનથી રહિત કરવા માટે સર્વસુખનું અદ્વૈત કારણ (એકમેવ કારણુ)રૂપ દીક્ષાને ગ્રહણ કરીશ. તે નેમિકુમારના વચન સાંભળીને તે બને પણ શિવાદેવી સમુદ્રવિજય મૂરછ પામ્યા. અને સર્વે યાદ અશુપૂર્ણ આંખે વડે રેયા. ત્યારે જનાર્દને શિવાદેવી સમુદ્રવિજયને સારી રીતે આશ્વાસન કરીને અને રહેવા માટે નિષેધ કરોને નેમિકુમારને કેમલવચન વડે કહ્યું. હે માનદ ! મારે, રામને, અને પિતાઓને તું સદા માન્ય છે. તારૂં આ રૂપ નિરૂપમ અને યૌવન નુતન છે. વળી આ રાજીવલોચનવાળી રાજીમતી પણ વહુ દેવની સ્ત્રીની જેમ અનુપમ રૂપવાળી તારે અનુરૂપ