________________ 353 અંગ–કુરણાદિ કહ્યું. ત્યારે સખીઓએ પણ કહ્યું. “હે. સુભગે ! હે સખિ ! શાંત થાઓ પાપ, અમંગલને નાશ થાઓ, તારા સર્વ કુલદેવતા કલ્યાણ કરનાર થાઓ, ધીરી થા, આ પાણિગ્રહણની ઉત્સુકતાવાળો વર આવ્યો છે. મહોત્સવ પ્રવર્તતે છતે આ શું અમંગલનું ચિંતવન ? હવે શ્રી નેમિકુમારે આવતા અનેક પ્રાણિઓને કરૂણ સ્વર સાંભળ્યો. સમ્યફ પ્રકારે જાણતા છતાં પણ પ્રભુએ આ શું? એમ સારથીને પૂછયું. ત્યારે સારથિએ કહ્યું. હે પ્રભુ! શું નથી જાણતા ? એ તો અનેક પ્રકારના પ્રાણિઓ તમારા વિવાહની શોભા માટે ભેજન કરવા માટે લાવેલા છે ત્યાં ઘેટા આદિ ભૂચર, તિત્તિર આદિ બેચરો ગામના અને જંગલના એ સર્વે મરણને પામશે. હે સ્વામી! આરક્ષકે વડે રક્ષાયેલા આ વાડામાં રાડ પાડે છે. કારણ કે સર્વે પ્રાણિયોને પ્રાણુભય મોટો હોય છે.” એમ સારથીના મુખથી સાંભળીને દયાવીર શ્રી નેમિએ તેને કહ્યું. જ્યાં એ જીવે છે ત્યાં તું મારો રથ લઈ જા. તે સારથિએ તત્કાલ તેમજ કર્યું. અને ત્યાં ભગવંતે વિવિધ પ્રાણિયોને પ્રાણોના અપહરણના આશ્ચર્યને જોયું. કેઈક ગળામાં રસી વડે બંધાયેલા કેઈક પગ વડે બંધાયેલા કોઈકે પાંજરામાં પૂરેલા, કેઈક પાશોમાં પાડેલા ઉમુખા દીન આંખોવાળા કંપતા શરીરવાળા તેઓએ દર્શનથી પણ આનદ દેનાર શ્રી નેમિને જોયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust