________________ 367 શ્રાવકધર્મ પણ પામેલાં પ્રાણિયોને મહાફળદાયી થાય છે. જેમ સ્વાતિ નક્ષત્રનું જલ છીપમાં મુક્તાફળનું કારણ થાય છે. પરંતુ તમારા જેવા શુરુ પ્રાપ્ત થયા પછી તેટલામાત્રથી. હું સંતોષ ન કરું, કલ્પવૃક્ષ પ્રાપ્ત થયા પછી વાસણ માત્રને કેણ ઈચ્છે ? તે કારણ વડે તમારું પ્રથમ શિષ્યત્વમ હું ઈચ્છું છું. દયાનિધે દયા કરે અને ભવસમુદ્ર તારક દીક્ષા આપો. એમ બોલતા તે રાજાને પ્રભુએ સ્વયં દીક્ષા આપી. અને તેના પછી ક્ષત્રિયોમાં બે હજારે દીક્ષા લીધી, ધનદેવ–ધનદત્ત જે ધનના ભવમાં તેમના ભાઈયો અને અપરાજિતના ભવમાં જે વિમલ બોધમંત્રી તે ત્રણે પણ સ્વામીની સાથે સંસાર ભમીને આ ભવમાં રાજાઓ થયા હતા. અને તે ત્રણે પણ તે સમવસરણમાં આવેલા હતા. અને રામતીના પ્રસંગથી પૂર્વભવને સાંભળીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું છે જેમને એવા પરમ વિરાગ્ય ઉત્પન્ન થયું તેમણે પ્રભુની પાસે ત્યારે જ વ્રત ગ્રહણ કર્યું. શ્રી નેમિનાથે તેઓની સાથે વરદત્તાદિએને અગ્યાર ગણધને યથાવિધિ કર્યા. સ્વામીએ તેઓને ઉપાદ - વ્યય - ધ્રૌવ્યરૂપી ત્રિપદી આપી અને તે ત્રિપદીના અનુસાર તેઓએ દ્વાદશાંગી રચી. હવે ઘણી કન્યાઓની સાથે આવેલી યક્ષિણી રાજકન્યા એ દીક્ષા લીધી અને તેને સ્વામીએ પ્રવતિની પદે સ્થાપી. દશદશાહ, રામ-કેશવ, ઉગ્રસેન રાજા, પ્રદ્યુમ્ન– શાબાદિ કુમારોએ શાવકપણું સ્વીકાર્યું. શિવાદેવી રહિણી